CM Yogi Adityanath Ajay Devgn: અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 2ને બૉક્સ ઓફિસ પર જબરદસ્ત રિસ્પૉન્સ મળી રહ્યો છે. ફિલ્મએ 100 કરોડનુ કલેક્શન કરી લીધુ છે. ફિલ્મએ 100 કરોડનો આંકડો પાર કરી લીધા બાદ અજય દેવગન ભગવાન શિવના દર્શન કરવા માટે ઉત્તરપ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં પહોંચ્યો હતો. હવે આ મામલે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અજય દેવગનને લઇને ટ્વીટ કર્યુ છે, જેની ખુબ ચર્ચા થઇ રહી છે. 


યોગી આદિત્યનાથના ઓફિશિયલ એકાઉન્ટ પરથી લખવામાં આવ્યુ - વળી શૂન્ય હૈ, વળી એકાય, જિસકે ભીરત બસે શિવાય..... બાબા વિશ્વનાથની કૃપા તમારા અને તમારા પરિવાર પર બનેલી રહે. આ ટ્વીટને રીટ્વીટ કરતાં અજય દેવગને લખ્યું- યોગી જી નમસ્કાર. તમારી પ્રાર્થના માટે આભાર. ઉત્તર પ્રદેશમાં મને બહુજ પ્રેમ મળ્યો અને હું આ પ્રેમ માટે તમામ લોકોનો આભારી છું. 






100 કરોડના ક્લબમાં સામેલ થઇ દ્રશ્યમ 2 - 
18 નવેમ્બરને સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘દ્રશ્યમ 2’ બૉક્સ ઓફિસ પર પોતાની મજબૂત પક્કડ બનાવેલી છે. છેલ્લા 7 દિવસોથી અજય દેગવનની આ ફિલ્મ સતત તરખાટ મચાવી રહી છે. આ બધાની વચ્ચે ટ્રેડ એનાલિસ્ટ સુમિત કડેલ અનુસાર, ‘દ્રશ્યમ 2’એ રિલીઝના 7માં દિવસે ધમાકેદાર કમાણી કરી છે, જેના કારણે આ મૂવીે પહેલા અઠવાડિયામાં જ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.