Katrina Kaif Pregnant: કેટરિના કૈફ અને વિકી કૌશલે ડિસેમ્બર 2021માં લગ્ન કર્યા હતા. ઘણીવાર આ બંને સોશિયલ મીડિયા પર એકસાથે પોતાની તસવીરો શેર કરતા રહે છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. હાલમાં, બોલિવૂડનું આ સુંદર કપલ તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠ ઉજવવાની તૈયારી કરી રહ્યું છે. આ બધાની વચ્ચે કેટરિના પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર પણ ચર્ચામાં છે. એરપોર્ટ પર સ્પોટ થયા બાદ ફરી એકવાર કેટરિના ગર્ભવતી હોવાની અફવાઓ ઉડવા લાગી હતી. કેટરીના કૈફ અને વિકી કૌશલે લગ્ન કર્યા છે ત્યારથી લોક મુખે કેટરીના કૈફ પ્રેગ્નેટ છે તેવું ચર્ચાઇ રહ્યું છે. જો કે આ વિશે ના તો કેટરીનાએ કે ના વિકીએ કોઈ વાત કહી છે. ત્યારે ફરી વધુ એક વાર કેટરીના એરપોર્ટ પર ખુલ્લી ટીશર્ટમાં જોવા મળી હતી. અને આ વીડિયો જોઈને ચાહકોએ ફરી શરૂ કર્યું છે કે અભિનેત્રી પ્રેગ્નેટ છે એટલે જ તે ખુલ્લા કપડાં પહેરે છે. 


કેટરીના એરપોર્ટ પર કેઝ્યુઅલ લુકમાં જોવા મળી 


મંગળવારે 'ફોન ભૂત' અભિનેત્રી મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન કેટરિના કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળી હતી. તેણે વાદળી રંગનું મોટું ટી-શર્ટ પહેર્યું હતું. કેઝ્યુઅલ લુકમાં પણ કેટરીના હંમેશની જેમ જ સુંદર લાગી રહી હતી.






યુઝર્સ કહી રહ્યા છે કે કેટરિના પ્રેગ્નેન્ટ છે


એરપોર્ટ પરથી તેનો વીડિયો ઈન્ટરનેટ પર આવતા જ તેને વાઈરલ થવામાં વધુ સમય ન લાગ્યો અને ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે તે ગર્ભવતી છે કે કેમ. ઘણા યુઝર્સે કોમેન્ટ બોક્સમાં કેટરિના પ્રેગ્નેન્ટ હોવા અંગે લખ્યું હતું. એક યુઝરે લખ્યું કે, "તે પ્રેગ્નન્ટ છે કે એટલે જ તેનો હાથ તેની પેટની આસપાસ છે. અન્ય એક યુઝરે લખ્યું, "પ્રેગ્નેન્ટ."




જો કે, આ પહેલીવાર નથી જ્યારે કેટરીના કૈફની પ્રેગ્નન્સીના સમાચાર હેડલાઈન્સમાં આવ્યા હોય. અગાઉ એવી પણ અફવા હતી કે કપલ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યું છે પરંતુ વિકીના પ્રવક્તાએ અફવાઓને નકારી કાઢી હતી.


કેટરિના વર્કફ્રન્ટ


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો 'ટાઈગર' ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગમાં કેટરીના કૈફ સલમાન ખાન સાથે જોવા મળશે. આ સિવાય અભિનેત્રી પાસે 'મેરી ક્રિસમસ' પણ છે, જેમાં તે અભિનેતા વિજય સેતુપતિ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે