Ranbir Kapoor Ramayana: રણબીર કપૂર હાલમાં તેની ફિલ્મ એનિમલનું ટીઝર રિલીઝ થયા બાદ હેડલાઈન્સમાં છે. એવું લાગે છે કે અભિનેતા ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે તે એનીમલની રિલીઝ પછી ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. જે નિતેશ તિવારીની રામાયણ છે. સાઈ પલ્લવી અને યશ પણ તેની સાથે હશે. જ્યાં ચાહકો આ ત્રણેયને સાથે જોવાની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ સ્ટાર કાસ્ટની ફી વિશે જાણવા પણ તેઓ ઉત્સાહિત છે.
શું KGF સ્ટાર યશે રામાયણમાં રાવણની ભૂમિકા ભજવવા માટે મોટી ફી વસૂલી છે?
એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે KGF 2 ફેમ યશ આ ફિલ્મ માટે 150 કરોડ રૂપિયાની જોરદાર ફી વસૂલી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, યશ રામાયણનો ભાગ બનવા આતુર છે, કારણ કે તે આ ફિલ્મ સાથે બોલિવૂડમાં પ્રવેશવા માંગે છે, 'તે જાણે છે કે તેની પાસે KGFનો ત્રીજો પાર્ટ પણ છે. તમને જણાવી દઈએ કે કેજીએફને ફેન્સ તરફથી ખુબ પ્રેમ મળ્યો છે.
રકમ સાંભળીને તમે ચોંકી જશો
તમને જણાવી દઈએ કે રામાયણમાં રાવણનું પાત્ર ભજવવા માટે યશ લગભગ 100 કરોડથી 150 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે, જેમાં 100 કરોડ રૂપિયા ન્યૂનતમ છે અને ફી એ નિર્ભર કરે છે કે તેણે કેટલા દિવસોનું શૂટિંગ કરવાનું છે અને શેડ્યૂલ કેટલો સમય આપવાનો છે.
રામાયણમાં યશનો લુક KGF કરતા અલગ હશે
રિપોર્ટ્સ અનુસાર, રામાયણમાં યશનો KGFના લૂકની સરખામણીમાં અલગ જ લુક જોવા મળશે. તેમનો દેખાવ કેવો હશે તેની ચર્ચા શરૂ કરી દીધી છે. તેણે પોતાના લુકમાં ફેરફાર કરવા માટે કામ શરુ કરી દીધુ છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ રામાયણમાં રણબીર કપૂર રામનો રોલ કરશે અને સાઈ પલ્લવી સીતાની ભૂમિકા ભજવશે. યશ રાવણનું પાત્ર ભજવશે. ત્રણેય કલાકારોએ ફિલ્મ માટે પોતાનો લુક ટેસ્ટ પૂર્ણ કરી લીધો છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial