Sidharth Kiara Haldi Ceremony:  સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નમાં માત્ર થોડા જ કલાકો બાકી છે અને કપલ એકબીજા સાથે સાત ફેરા લેવા તૈયાર છે. સિદ્ધાર્થ અને કિયારા અડવાણીની હલ્દી સેરેમની થવાની છે. હલ્દી સમારોહની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને આ દરમિયાન એક વીડિયો પણ સામે આવ્યો છે. સિડ- કિયારાની હલ્દીની વિધિ પહેલા સૂર્યગઢ પેલેસની અંદરથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હલ્દીની વિધિની તૈયારીઓ જોઈ શકાય છે. જેમાં પીળા કલરની થીમ સાથે સમગ્ર વિસ્તારનું ડેકોરેશન કરવામાં આવ્યું છે.


 સિદ્ધાર્થ-કિયારાની હલ્દી સેરેમનીનો પ્રથમ વીડિયો આવ્યો સામે


અગાઉ એવું કહેવામાં આવતું હતું કે બંનેના લગ્ન અને રિસેપ્શન 7 ફેબ્રુઆરીએ થશે. જો કે, હવે અહેવાલો આવી રહ્યા છે કે 12 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી માટે બોલિવૂડ સ્ટાઇલનું મુંબઈ રિસેપ્શન હશે. ગત સાંજે સંગીત સમારોહ ઉપરાંત સોમવારે યોજાનારી કિયારા અડવાણીની ચૂડા વિધિ કરવામાં આવી હતી. એક અહેવાલમાં જણાવાયું છે કે સમારંભમાં તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.






ધામધૂમથી યોજાઇ મહેંદી સેરેમની 


સોમવારે મહેંદી સેરેમની બોલીવુડની હસ્તીઓની હાજરીમાં થઈ હતી.  ખાસ કરીને કરણ જોહર, જુહી ચાવલા, શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત. મહેંદી સેરેમની દરમિયાન સિદ્ધાર્થ અને કિયારા બંનેએ ડાન્સ ફ્લોર પર આગ લગાવી દીધી હતી. સમારોહની શરૂઆત સૂર્યગઢ હોટલ લેકસાઈડથી થઈ હતી. તળાવ પાસેના સનસેટ પેશિયો ગાર્ડનમાં મહેમાનો બેઠા હતા. પહેલા કિયારાના હાથ પર મહેંદી લગાવવામાં આવી હતી અને પછી સિદ્ધાર્થના હાથમાં પણ મહેદીની રસમ કરવામાં આવી હતી.


કપલે મિત્રો અને પરિવારજનો સાથે કર્યો ડાન્સ 


બાદમાં દુલ્હનની માતા જેનેવીવ, કાકી સુમિતા અને નાની વાલેરી સહિત બંને પરિવારની મહિલાઓએ પણ હાથ પર મહેંદી લગાવી હતી. જ્યારે ફંક્શન ચાલી રહ્યું હતું ત્યારે ડીજે ગણેશે મહેમાનોને જોરદાર ડાન્સ કર્યો હતો. આ પ્રસંગે સિદ્ધાર્થ અને કિયારા બંનેના પરિવારજનોએ પણ ખૂબ ડાન્સ કર્યો હતો.


આ પણ વાંચો: Sidharth-Kiara Wedding Live Updates: આજે 7 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ-કિયારા લેશે 7 ફેરા, શાનદાર હતી સંગીત સેરેમની


Sidharth Kiara Wedding:સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે લગ્નના બંધનમાં બંધાશે. આ કપલ જેસલમેરના સૂર્યગઢ કિલ્લામાં લગ્ન કરી રહ્યું છે. સ્થળથી લઈને મહેમાનનવાઝી સુધી બધું જ ખૂબ જ રોયલ રાખવામાં આવ્યું છે. એરપોર્ટથી લઈને સૂર્યગઢ કિલ્લા સુધી લગ્નની તૈયારીઓ જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ સોમવારના રોજ હલ્દી-મહેંદી અને સંગીત જેવા લગ્ન પહેલાના તમામ ફંક્શન પૂર્ણ થઈ ગયા છે અને આજે મંગળવારે સિદ્ધાર્થ-કિયારા જન્મો જન્મના બંધનમાં બંધાઈ જશે. આજે રાત્રે મહેમાનો માટે રાત્રિભોજનમાં 10 દેશોની 100થી વધુ વિશેષ વાનગીઓ પીરસવામાં આવશે.


કેટરીનાએ ફોર્ટમાં લગ્નની સલાહ આપી હતી


અહેવાલો અનુસાર કેટરીના કૈફે તેના મિત્ર સિદ્ધાર્થ મલ્હોત્રાને જેસલમેરની એક શાહી હવેલીમાં લગ્ન કરવાનું સૂચન કર્યું હતું. અહેવાલો અનુસાર તેણીએ તેના નજીકના મિત્ર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સિક્સ સેન્સ પેલેસમાં લગ્ન કરવાનો અનુભવ શેર કર્યો હતો જે ખૂબ જ ખાસ હતો. તે જાણીતું છે કે વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન 9 ડિસેમ્બર 2021ના રોજ સવાઈ માધોપુરના સિક્સ સેન્સ પેલેસમાં થયા હતા.


કેવી રહી સિદ્ધાર્થ-કિયારાની સંગીત સેરેમની?


સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં મહેમાનોએ ડીજે ગણેશની ધૂન પર ડાન્સ કર્યો હતો, જેણે બોલીવુડના સૌથી મોટા સ્ટાર્સને તેની ધૂન પર ડાન્સ કરાવ્યો હતો. કિયારા અડવાણીના પરિવારે તેમની ભાવિ પુત્રવધૂ કિયારા અડવાણી માટે સ્પેશિયલ પરફોર્મ કર્યું હોવાનું કહેવાય છે. કિયારાના પરિવારે પણ 'ગોરી નાલ'થી લઈને 'રંગી સારી' સુધીના ગીતો પર ડાન્સ કર્યો હતો. યુગલના સંગીત સમારોહની શરૂઆત અંગ્રેજી ગીતોથી થઈ હતી, ત્યારબાદ સંગીત બોલિવૂડના ગીતો પર આગળ વધ્યું હતું. 'રાંઝા', 'મન ભરયા', 'કભી તુમ્હે', 'તેરા બન જાઉંગા', 'સાઈ ના', 'મહેંદી લગાકે રખના', 'સાજન જી' અને 'પટિયાલા પેગ' જેવા ગીતો વગાડવામાં આવ્યા હતા.


સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીની લવ સ્ટોરી


દક્ષિણ આફ્રિકા અને અન્ય સ્થળોએ વેકેશન મનાવવાથી લઈને તેમનું નવું વર્ષ સાથે વિતાવવા સુધી, સિડ અને કિયારા તેમની સુંદર તસવીરોથી હેડલાઈન્સમાં રહ્યા છે. તેઓએ ક્યારેય તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી પરંતુ તેમની તસવીરોએ જાહેર કરી દીધું હતું કે તેઓ એકબીજાના પ્રેમમાં છે. તેઓ સૌપ્રથમ લસ્ટ સ્ટોરીઝની રેપ-અપ પાર્ટીમાં મળ્યા હતા અને આખરે તેમની પ્રથમ ફિલ્મ 'શેરશાહ'ના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા. કિયારાએ 'કોફી વિથ કરણ સીઝન 7'માં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણીએ કહ્યું, "અમે લસ્ટ સ્ટોરીઝની રેપ-અપ પાર્ટીમાં વાત કરવાનું શરૂ કર્યું. અમે આકસ્મિક મળ્યા હતા. હું તે રાત ક્યારેય નહીં ભૂલી શકું."