Sidharth Malhotra Kiara Advani Wedding: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ સ્ટાર કપલે હજુ સુધી તેમના લગ્નને લઈને કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી. પરંતુ ગુપ્ત લગ્નની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ કપલ 6 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. અહેવાલો અનુસાર લવ બર્ડ્સ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લેશે. પ્રી-મેરેજ ફંક્શનથી લઈને ગ્રાન્ડ પેલેસ અને વેડિંગ આઉટફિટ્સ સુધીની તમામ માહિતી સામે આવી રહી છે.
સિદ્ધાર્થ- કિયારાના લગ્નમાં નજીકના મિત્રો તેમજ સંબંધીઓ રહેશે હાજર
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ લગ્નને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. તેમના લગ્ન એક ઇન્ટિમેટ ફંક્શન હશે અને તેમાં ફક્ત પરિવાર અને કેટલાક ખાસ મિત્રો જ સામેલ થશે. તેઓ 6 ફેબ્રુઆરીએ તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાશે. લગ્નના આગલા દિવસે સિદ્ધાર્થ અને કિયારા તેમના લગ્ન પહેલાના સમારોહનો આનંદ માણશે જેમાં સંગીત, મહેંદી અને હલ્દીનો સમાવેશ થાય છે. અહેવાલો દાવો કરે છે કે ઉજવણી 4 અને 5 ફેબ્રુઆરીએ થશે.
કિયારાએ તેની મિત્ર ઈશા અંબાણીને આપ્યું આમંત્રણ
સિદ્ધાર્થ અને કિયારના લગ્નમાં તેઓના નજીકના મિત્રો અને પરિવારના જ સભ્યો હાજર રહેશે. તેથી સિદ્ધાર્થ અને કિયારાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ ઓછા લોકોને આમંત્રણ આપ્યું છે. આજે પહેલા સમાચાર આવ્યા હતા કે કિયારાએ તેના કબીર સિંહ કો-સ્ટાર શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂતને આમંત્રણ આપ્યું છે. જેના લીધે બંને લગ્નમાં હાજર રહી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.કરણ જોહર, મનીષ મલ્હોત્રા, વરુણ ધવન અને અશ્વિની યાર્ડી જેવા અન્ય લોકોને પણ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. અહેવાલો એવો પણ દાવો કરે છે કે કિયારાની શ્રેષ્ઠ મિત્ર ઈશા અંબાણી, જેણે તાજેતરમાં જ તેના જોડિયા બાળકોને જન્મ આપ્યો છે,તે સમારોહમાં હાજર રહી શકે છે. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને કિયારા અડવાણી બાળપણના મિત્રો છે અને તે અવારનવાર એકબીજાને મળતા રહે છે.