Kiara Advani Sidharth Malhotra: બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર કરોડો લોકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. પરંતુ ચાહકો કિયારા અડવાણીની શુભકામનાની રાહ જોઈ રહ્યા હતા કે કિયારા કઈ રીતે સિદ્ધાર્થને બર્થડે વિશ કરે છે. કિયારા અડવાણીએ સોમવારે સાંજે સોશિયલ મીડિયા પર એક ખાસ તસવીર શેર કરી જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી રહી છે.
કિયારાએ સિદ્ધાર્થને ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી
કિયારા અડવાણીએ એક ફોટો શેર કર્યો હતો જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જંગલ જેવા લોકેશનમાં જોવા મળે છે. તસવીરમાં જોઈ શકાય છે કે સૂર્ય આથમી રહ્યો છે અને સિદ્ધાર્થ મલ્હોત્રા ગર્લફ્રેન્ડ કિયારાની આંખોમાં ખોવાયેલો જોવા મળી રહ્યો છે. બંનેએ કેપ પહેરી છે. આ તસવીર શેર કરતા કિયારા અડવાણીએ લખ્યું- તું શું જોઈ રહ્યો છે બર્થડે બોય?
ફોટા પર અનન્યા પાંડેની કોમેન્ટ જોવા જેવી છે
કિયારા અડવાણીનું કેપ્શન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની તસવીર ફરી એકવાર સ્પષ્ટ કરે છે કે કપલ વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. ફોટા પર અનન્યા પાંડેની ટિપ્પણી પણ ધ્યાન આપવા જેવી છે. અનન્યા પાંડેએ ફોટો પર ટિપ્પણી કરી - મને લાગે છે કે આ ફોટો મે પાડ્યો છે. છે ને ક્યુટીઝ? સંજય કપૂર અને તાન્યા ઘાવરી સહિત અનેક હસ્તીઓએ સિદ્ધાર્થ મલ્હોત્રાને શુભેચ્છા પાઠવી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન!
અનન્યા પાંડેના કેપ્શન પછી સ્પષ્ટ થાય છે કે જ્યારે કિયારા અને સિદ્ધાર્થ આ ટ્રિપ પર ગયા ત્યારે અનન્યા પાંડે પણ તેમની સાથે હાજર હતી. જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. કપલની તસવીરો સામે આવતી રહે છે. ફેન્સ બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે. જો કે સિદ્ધાર્થ- કિયારા બંનેએ ક્યારેય પુષ્ટિ કરી નથી કે તેઓ વચ્ચે કઈ છે. નોંધનીય બાબત છે કે અવારનવાર એ સમાચાર તો સામે આવતા રહે છે કે બંને ટૂંક સમયમાં લગ્ન કરશે પરંતુ સિદ્ધાર્થ- કિયારા ક્યારે લગ્ન કરશે તે તો એ બંને જ કહી શકે છે.