અભિનેત્રી કિયારા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના ડેટિંગની અફવાઓ ઘણા દિવસોથી ચાલી રહી છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. બંને પ્રેમમાં હોવાની ચર્ચા ઘણા મહિનાઓથી ચર્ચામાં છે. ફિલ્મ 'શેરશાહ'થી કિયારા અને સિદ્ધાર્થના ડેટિંગના સમાચારો જોરશોરથી ચાલી રહ્યા છે. ઘણા દિવસોથી બંનેના લગ્નની વાતો પણ સામે આવી રહી છે. સમાચાર છે કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન લવબર્ડ્સ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે એકસાથે જોવા મળ્યા હતા.
મનીષ મલ્હોત્રાના ઘરે કિયારા-સિદ્ધાર્થ
kiara advani sidharth malhotra: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી શનિવારે રાત્રે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે જોવા મળ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર એક પાપારાઝી એકાઉન્ટે કિયારા અને સિદ્ધાર્થનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં બન્ને મનીષ મલ્હોત્રાના ઘરેથી નીકળતા જોવા મળ્યા
કિયારા માટે પ્રોટેક્ટિવ સિદ્ધાર્થ
વીડિયોમાં કિયારા મનીષના ઘરની બહાર નીકળતી જોઈ શકાય છે. તેને સફેદ ટોપ અને સફેદ પેન્ટ કેરી કર્યું હતું. સાથે જ તેના હાથમાં પીળી બેગ હતી. કિયારાએ પાપારાઝીને સ્માઈલ આપી હતી અને ત્યાબાદ કારમાં બેસી ગઈ હતી ત્યારબાદ સિદ્ધાર્થ પણ મનીષના ઘરેથી બહાર આવ્યો હતો. તે વાદળી સ્વેટર અને ડેનિમ્સમાં હતો. ફોટોગ્રાફર્સે તેને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. કિયારા સાથે કારમાં બેસતા પહેલા સિદ્ધાર્થે પાપારાઝી માટે પોઝ પણ આપ્યો હતો. પાપારાઝીઓ તેમના નવા ગીત 'રબ્બા જાંદા' 25મી ડિસેમ્બરે રિલીઝ થવા માટે તેમનો ઉત્સાહ દર્શાવે છે.
કપલ મનીષના ઘરે કેમ?
ક્લિપ પર પ્રતિક્રિયા આપતા એકે લખ્યું, 'તેઓ 15 જાન્યુઆરી 2023ના રોજ ઓબેરોય સુખ વિલાસ ચંદીગઢમાં લગ્ન કરી રહ્યા છે.' એકે લખ્યું, 'કાશ તેઓ લગ્ન કરે! તેઓ સુંદર યુગલ છે, શ્રેષ્ઠ દેખાતા યુગલોમાંથી એક!'
બંને મિત્રો કરતાં વધારે
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારાએ 'શેરશાહ'માં સાથે કામ કર્યું હતું અને ત્યારથી તેઓ ડેટિંગ કરી રહ્યાં હોવાની અફવા હતી. જ્યારે બંનેએ પોતે ક્યારેય પોતાના સંબંધોની પુષ્ટિ કરી નથી. ફિલ્મ નિર્માતા કરણ જોહરે આ વર્ષે તેમના ટોક શો 'કોફી વિથ કરણ સીઝન 7' પર આ સંકેત આપ્યો હતો. શોમાં દેખાતી વખતે કિયારાએ કહ્યું હતું કે સિદ્ધાર્થ તેના નજીકના મિત્ર કરતાં વધારે છે. કિયારાએ એમ પણ કહ્યું હતું કે, 'સિડ અને હું શેર શાહ પહેલા એકબીજાને ઓળખીએ છીએ.'