Malaika Arora Arbaaz Khan:  મલાઈકા અરોરા અને અરબાઝ ખાન અલગ થઈ ગયા છે પરંતુ તેઓ સહ-પેરેન્ટિંગ ખૂબ સારી રીતે કરી રહ્યા છે. બંને હંમેશા એરપોર્ટ પર તેમના પુત્ર અરહાન ખાનને ડ્રોપ કરવા અથવા રિસીવ કરવા આવે છે. અને ફરી એકવાર મલાઈકા અને તેના પૂર્વ પતિ અરબાઝ ખાન પુત્ર અરહાન સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. બંને અરહાનને એરપોર્ટ પર ડ્રોપ કરવા આવ્યા હતા. 20 વર્ષનો અરહાન અમેરિકામાં ફિલ્મમેકિંગનો અભ્યાસ કરી રહ્યો છે.


એરપોર્ટ પર પુત્રને ડ્રોપ કરવા આવેલી મલાઈકા થઈ ભાવુક


આ દરમિયાન બંને અરહાનને ગળે લગાવતા જોવા મળ્યા હતા.  જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એરપોર્ટ પર પુત્રને ડ્રોપ કરવા આવેલી મલાઈકા ચેક્ડ કો-ઓર્ડ સેટ અને સફેદ સ્નીકર્સમાં કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. અરહાનને બાય કહેતી વખતે મલાઈકા ઈમોશનલ પણ જોવા મળી હતી.જે પછી અરબાઝે પણ મલાઈકાને ગળે લગાવી હતી. બાદમાં બંને પોતપોતાની ગાડી તરફ ગયા હતા.


મલાઈકાએ અરબાઝને પ્રપોઝ કર્યું હતું


તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાના રિયાલિટી શો મૂવિંગ ઈન વિથ મલાઈકાના પહેલા એપિસોડમાં બોલિવૂડ દિવાએ અરબાઝ ખાન સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી. મલાઈકાએ કહ્યું, 'મેં અરબાઝને પ્રપોઝ કર્યું હતું. કોઈ જાણતું નથી. અરબાઝે મને પ્રપોઝ કર્યું ન હતું. મે અરબાઝને કહ્યું હતું કે હું લગ્ન કરવા માંગુ છું શું તમે તૈયાર છો ત્યારે અરબાઝે ખૂબ જ પ્રેમથી કહેલું કે 'તમે દિવસ અને સ્થળ પસંદ કરો.'






અરબાઝે હંમેશા મલાઈકાને મુશ્કેલ સમયમાં આપ્યો છે સાથ


મલાઈકા અરોરાએ કહ્યું હતું કે અરબાઝ ખાન એક અદ્ભુત વ્યક્તિ છે અને એમ પણ કહ્યું હતું કે તેમના છૂટાછેડા થયા હોવા છતાં તે તેના મુશ્કેલ સમયમાં હંમેશા તેની સાથે રહ્યો છે. મલાઈકાએ તે સમયને યાદ કર્યો જ્યારે તેનો અકસ્માત થયો હતો અને તેની સર્જરી થઈ હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે અરબાઝ તે પ્રથમ લોકોમાંથી એક હતો જે તેને હોસ્પિટલમાં મળ્યો હતો.




મલાઈકા અને અરબાઝના લગ્ન કેમ તૂટ્યા?


મલાઈકાએ ફરાહ ખાનને કહ્યું, “હું ઘણી નાની હતી. હું પણ બદલાઈ ગઇ. મને જીવનમાં અલગ વસ્તુઓ જોઈતી હતી.હકીકતમાં મને લાગે છે કે હવે આપણે સારા છીએ. મલાઈકાએ કહ્યું કે દબંગની રિલીઝ સુધી તેમની વચ્ચે વસ્તુઓ સારી હતી. પરંતુ તે પછી તેઓ ખૂબ ચીડચિડા બની ગયા હતા. અને તે પછી અમે હંમેશા માટે અલગ થઈ ગયા