Singer Edava Basheer: મલયામ સંગીત જગતના એક મોટા કલાકારનું આજે નિધન થયું છે. મલયાલમ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ સિંગર એડવા બશીર હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમણે 77 વર્ષની ઉંમરે 28 મે 2022ના રોજ છેલ્લા શ્વાસ લીધા. તેમના નિધનથી ન માત્ર તેમના ફેન્સ પરંતુ મનોરંજન જગતાની અનેક હસ્તીઓ દુખી છે.
એડવા આમ તો ઘણી ફિલ્મોમાં ગીત ગાયને લોકોનું દિલ જીત્યું છે,પરંતુ તેઓ મોટા ભાગે લાઈવ કોન્સર્ટ માટે જાણીતા હતા. તાજેતરમાં કેરળના અલાપ્પુઝામાં બ્લૂ ડાયમંડ ઓર્કિસ્ટ્રા મંડલીની સૂવર્ણ જયંતિના અવસરે તેઓ ચીફ ગેસ્ટ તરીકે કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે પ્લે બેક સિંગર કે.જે. યસુદાસનું ગીત ગાયું હતું, પરંતુ તે તેમનુ છેલ્લુ ગીત સાબિત થયું.
હકિકતમાં જ્યારે એડવા યસુદાસનું ગીત માના હો તુમ બહુત હસી ગીતા ગાવા માટે સ્ટેજ પર આવ્યા, ત્યારે તે ગીત પુરુ થતા જ તેઓ સ્ટેજ પર બેહોશ થઈને ઢળી પડ્યા. તાત્કાલીક તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ ઘટના 28 તારીખની રાત્રે 9.30 વાગ્યાની આસપાસ બની હોવાની વાત સામે આવી છે. તેમના સ્ટેજ પર્ફોમન્સનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેમા જોઈ શકાય છે કે તેઓ કેવી રીતે ગીત પુરુ થતા જ જમીન પર પડી જાય છે અને તેમનુ નિધન થઈ જાય છે.
એડવા બશીર સંગીત વિશ્વના એક અનુભવી ગાયક હતા. તેમણે સ્વાતિ થિરુનલ સંગીત એડેડમીમાંથી સંગીતમાં શૈક્ષણિક ડિગ્રી લીધી હતી. સાથે 1972માં તેમણે કોલ્લમ સંગીતાલય ગણમેલા મંડલીની પણ સ્થાપના કરી હતી. તેમણે વીના વાયિકુમ ગીતથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમા ડેબ્યૂ કર્યું હતું અને પછી લોકોના દિલમાં વસી ગયા. તેમના જવાથી તેમના ફેન્સને મોટા આંચકો લાગ્યો છે.
15 દિવસમાં ત્રણ અભિનેત્રીઓ જીવન ટુંકાવ્યું
કોલકત્તાઃ ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે બંગાળી સિનેમામાં વધુ એક મોતના સમાચાર સામે આવ્યા છે, એક્ટ્રેસ મંજૂષા નિયોગીએ આત્મહત્યા કરી લીધી છે. આ 15 દિવસની અંદર હત્યાની ત્રીજી ઘટના છે. ઉલ્લેખનીય છે કે મૉડલ અને એક્ટ્રેસ મંજૂષા નિયોગીનો મૃતદેહ આજે સવારે તેના પાટુલીના ઘરમાં ગળાફાંશો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં આ બીજી એક્ટ્રેસનુ મોત થયુ છે, આ પહેલા 15 દિવસની અંદતર જ એક અભિનેત્રીનુ મોત થયુ હતુ, એટલે કે અત્યાર સુધી બે અઠવાડિયાની અંદર બંગળી ફિલ્મોની ત્રણ અભિનેત્રીઓએ આત્મહત્યા કરી લીધી છે.
આ પહેલા બંગાળમાં નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી પલ્લવી ડેના મૃત્યુ થયુ હતુ, 15 મેના રોજ પલ્લવીનો મૃતદેહ તેમના ઘરમાં ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. આ પછી મોડલ અને અભિનેત્રી વિદિશા દે મજુમદારનો મૃતદેહ પણ બે દિવસ પહેલા ઉત્તર કોલકાતામાં ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. વિદિશાએ સુસાઈડ નોટ પણ લખી હતી અને મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠેરવ્યા ન હતા.