Salman Khan Threat: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને બીજી વખત (23 માર્ચે) આપવામાં આવેલી ધમકીના સંદર્ભમાં રાજસ્થાનમાં આરોપી ધકડ રામ બિશ્નોઈ વિરુદ્ધ છ મહિના પહેલા આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ધાકડ રામ જામીન પર બહાર આવ્યો છે. ધાકડ રામ બિશ્નો દ્વારા સિદ્ધુ મુસેવાલાના પરિવારને પણ ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ પંજાબમાં પણ તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસની તપાસ બાદ પંજાબ પોલીસ ધાકડ રામ બિશ્નોઈની પણ કસ્ટડી લેશે. જો કે અત્યાર સુધીની તપાસમાં ધાકડ રામ બિશ્નોઈનું લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કોઈ કનેક્શન બહાર આવ્યું નથી. પોલીસ ટૂંક સમયમાં ધાકડ રામ બિશ્નોઈને મુંબઈની બાંદ્રા કોર્ટમાં રજૂ કરશે.






ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ પરથી...
રાજસ્થાનના જોધપુરના 21 વર્ષીય ધાકડ રામ બિશ્નોઇને ધમકીભર્યા ઈમેલ મોકલવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યો છે. આરોપીઓએ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના પિતાને પણ ધમકી આપી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસે ટેકનિકલ સહાયકો દ્વારા ધાકડને ટ્રેક કર્યો હતો. તેઓએ ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ પરથી તેનું ઠેકાણું શોધી કાઢ્યું, જે જોધપુર જિલ્લાના લુની ગામમાં હતું.


ફિલ્મ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈમેલ મોકલવા બદલ બાંદ્રા સર્કલ મુંબઈ સિટી પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ધાકડે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સહયોગી ગોલ્ડી બ્રારના નામે ઈમેલ મોકલ્યો હતો. ગેંગસ્ટર બિશ્નોઈએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય સલમાન ખાનને ખતમ કરવાનો હતો, ત્યારબાદ તેણે ધમકીભર્યો પત્ર મેઈલ કર્યો હતો.


તેમાં કહેવામાં આવ્યું છે કે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ સંરક્ષિત એક લુપ્તપ્રાય પ્રજાતિ કાળિયારને કથિત રીતે મારવા બદલ ખાને બિશ્નોઇ સમુદાયની માફી માંગી તે પછી કેસનો અંત આવશે.