મુંબઇઃ બૉલીવુડના દિગ્ગજ અભિનેતા સંજય દત્તને કેન્સર થયાના સમાચાર સામે આવ્યા બાદ પત્ની માન્યતા દુઃખી છે. તેને પહેલીવાર સંજય દત્તની બિમારીને લઇને વાત કહી છે. તેને એક નિવેદન આપ્યુ જેમાં તે સંજય માટે દુઆ માંગનારાનો આભાર માની રહી છે. જોકે, માન્યતાએ એ વાતનો ખુલાસો નથી કર્યો કે સંજય દત્ત કઇ બિમારી સામે ઝઝૂમી રહ્યો છે.

સંજય દત્તની પત્ની માન્યતા દત્તે કહ્યું કે,- હું એ તમામ લોકોનો આભાર માનુ છુ, જે સંજયને જલ્દી ઠીક થવાની દુઃઆઓ કરી રહ્યાં છે, આ સ્થિતિમાં અમને તમારો પ્રેમ અને દુઆઓની જરૂર છે. છેલ્લા થોડાક વર્ષોમાં અમારા પરિવારે ખુબ મુશ્કેલ સમય જોયો છે, પરતુ અમને આશા છે કે આને પણ જીતી જઇશું. હુ ફેન્સને એ એપીલ કરવા માગીશ કે તે અફવાઓ પર ધ્યાન ના આપે. સંજુ હંમેશા ફાઇટર છે અને અમારો પરિવાર પણ. ઇશ્વરે ફરીથી અમારી પરિક્ષા લેવાનો ફેંસલો કર્યો છે. તમારા બધાની દુઆઓ અને આશીર્વાદના દમ પર અમે આને પણ જીતી જઇશું.



આ પહેલા સંજય દત્તે પણ ફેન્સ માટે એક મેસેજ શેર કર્યો હતો, આ મેસેજમાં તેને પણ પોતાની બિમારી વિશે ખુલાસો ન હતો કર્યો. સંજય દત્તે પોતાના નિવેદન પૉસ્ટ કરતા લખ્યું- હેલો મિત્રો, હું મેડિકલ ટ્રીટમેન્ટના કારણે મારા કામમાંથી થોડા સમયનો બ્રેક લઈ રહ્યો છું. મારો પરિવાર અને મિત્રો મારી સાથે છે. હું મારા શુભચિંતકોને પરેશાન ન થવાની અપીલ કરું છું અને કંઈપણ ફાલતું અંદાજ ન લગાવતા. ટૂંક સમયમાં જ પરત ફરીશ.



બોલિવૂડ અભિનેતા સંજય દત્ત મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો હતો, અને બાદમાં તેને મીડિયા કર્મીઓ સામે હાથ હલાવીને તેમનો આભાર માન્યો હતો. સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ 8 ઓગસ્ટે સાંજે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

સંજય દત્તની ફિલ્મી કેરિયરની વાત કરીએ તો તે છેલ્લે 2019માં પાનીપતમાં દેખાયો હતો. હાલ તે અનેક પ્રોજેક્ટ સાથે સંકળાયેલો છે. તેની આગામી ફિલ્મ સડડક 2નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે.