શોધખોળ કરો

Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર

Amitabh Bachchan Health Update: આ સમાચાર ફેલાતાની સાથે જ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી. જોકે, એક અહેવાલ મુજબ, અમિતાભ બચ્ચનના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર ખોટા છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ થયાના સમાચાર ખોટા છે.
  • તેઓ નિયમિત મેડિકલ ચેકઅપ માટે નાણાવટી હોસ્પિટલ ગયા હતા.
  • બિગ બી શનિવારે હોસ્પિટલ ગયા બાદ ઘરે પરત ફર્યા હતા.
  • તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ઘરે આરામ કરી રહ્યા છે.

Amitabh Bachchan Health Update:  બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને મંગળવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચાર ફેલાઈ ગયા, જેના કારણે તેમના ચાહકો તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતિત થઈ ગયા હતા. આ સમાચાર ફેલાતાની સાથે જ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી. જોકે, એક અહેવાલ મુજબ, અમિતાભ બચ્ચનના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર ખોટા છે. અભિનેતા શનિવારે રૂટીન ચેકઅપ માટે નાણાવટી હોસ્પિટલ ગયા હતા.

અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ નથી.

નોંધનીય છે કે પત્રકાર વિક્કી લાલવાણીએ અહેવાલ આપ્યો હતો કે બિગ બીને શનિવાર, 16 મેથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને પેટ સંબંધિત સમસ્યાઓને કારણે છેલ્લા ત્રણ દિવસથી એ-વિંગ વીઆઈપી એન્ક્લોઝરમાં દાખલ કરાયા હતા. બચ્ચનને "કુલી" અકસ્માત પછી પેટની સમસ્યાઓ છે. અને રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે અભિષેક બચ્ચન હોસ્પિટલમાં તેમને મળવા પહોંચ્યો હતો. જોકે, સત્ય કાંઈક અલગ છે. વાસ્તવમાં ઈ-ટાઈમ્સના રિપોર્ટ અનુસાર એક સૂત્રએ જણાવ્યું હતું કે " બચ્ચન શનિવારે નાણાવટી હોસ્પિટલ ગયા હતા, પરંતુ તે તેમનું રૂટીન ચેકઅપ હતું જે તેઓ દર મહિને કરાવે છે અને ત્યારબાદ તેઓ ઘરે પરત આવી ગયા હતા. 

અહેવાલ મુજબ સૂત્રએ વધુમાં કહ્યું હતું કે "આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને શનિવારે હોસ્પિટલમાં નિયમિત તપાસ બાદ ઘરે પરત ફર્યા હતા. બીજા દિવસે તેઓ જલસાથી જનક સુધી તેમની કાર ચલાવતા પણ જોવા મળ્યા હતા. તેઓ હાલમાં ઘરે છે." અહેવાલ મુજબ, પરિવારના નજીકના અન્ય એક સૂત્રએ કહ્યું, "આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે."

અમિતાભ બચ્ચને કરી ક્રિપ્ટિક પોસ્ટ 

 દરમિયાન, તેમના હોસ્પિટલમાં દાખલ થવાની અફવાઓ વચ્ચે અમિતાભ બચ્ચન મંગળવારે રાત્રે 12:19 વાગ્યે તેમના બ્લોગ પર એક ક્રિપ્ટિક નોટ શેર કરી હતી. 

રવિવારે અમિતાભ બચ્ચન તેમના ઘરની બહાર ચાહકોને મળ્યા હતા.

નોંધનીય છે કે હોસ્પિટલમાં દાખલ થવાના અહેવાલ સત્ય હોઈ શકે નહીં કારણ કે બિગ બી રવિવારે તેમના ઘરની બહાર ચાહકોને મળ્યા હતા.                                                  

Frequently Asked Questions

શું અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ છે?

ના, અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ નથી. આ સમાચાર ખોટા છે.

અમિતાભ બચ્ચન શા માટે નાણાવટી હોસ્પિટલ ગયા હતા?

તેઓ રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા, જે તેઓ દર મહિને કરાવે છે.

શું અમિતાભ બચ્ચનને પેટ સંબંધિત સમસ્યા છે?

તેમને 'કુલી' ફિલ્મના શૂટિંગ દરમિયાન થયેલી ઈજા બાદ પેટની સમસ્યાઓ છે, પરંતુ હાલ તે સંપૂર્ણ સ્વસ્થ છે.

શું અમિતાભ બચ્ચને હોસ્પિટલમાંથી કોઈ પોસ્ટ કરી હતી?

હા, હોસ્પિટલમાં દાખલ થવાની અફવાઓ વચ્ચે તેમણે પોતાના બ્લોગ પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Raaka Release Date: અલ્લૂ અર્જુનની 'રાકા ની રિલીઝ ડેટને લઈને આવ્યું મોટુ અપડેટ, જાણો ક્યારે એન્ટ્રી થશે થિયેટરોમાં ?
Raaka Release Date: અલ્લૂ અર્જુનની 'રાકા ની રિલીઝ ડેટને લઈને આવ્યું મોટુ અપડેટ, જાણો ક્યારે એન્ટ્રી થશે થિયેટરોમાં ?
બોલિવૂડની જાણીતી અભિનેત્રીએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ, વિકી કૌશલની 'છાવા' માં કર્યું હતું કામ
બોલિવૂડની જાણીતી અભિનેત્રીએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ, વિકી કૌશલની 'છાવા' માં કર્યું હતું કામ
Dhamaal 4 Trailer: 'ધમાલ- 4'નું ટ્રેલર રીલિઝ, જોઈને તમે હસી-હસીને લોથપોથ થઈ જશો
Dhamaal 4 Trailer: 'ધમાલ- 4'નું ટ્રેલર રીલિઝ, જોઈને તમે હસી-હસીને લોથપોથ થઈ જશો
Kala Hiran Row: સલમાન ખાનની અરજી પર દિલ્હી હાઈકોર્ટની નોટિસ, ફિલ્મના નિર્માતા પાસેથી માંગ્યો જવાબ
Kala Hiran Row: સલમાન ખાનની અરજી પર દિલ્હી હાઈકોર્ટની નોટિસ, ફિલ્મના નિર્માતા પાસેથી માંગ્યો જવાબ
Advertisement

વિડિઓઝ

Gujarat Monsoon: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
PM Modi and Trump Meeting : PM મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત, શું થઈ વાતચીત?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટવાયા પાઠ્યપુસ્તક?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો અવાજ કેમ દબાયો?
Hun To Bolish : હું તો બોલીશ : અસંવેદનશીલ વિભાગ!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 18 જૂને 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 18 જૂને 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
'મેં 8 યુદ્ધો બંધ કરાવ્યા છે!' પીએમ મોદી સમક્ષ ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો ચોંકાવનારો દાવો
'મેં 8 યુદ્ધો બંધ કરાવ્યા છે!' પીએમ મોદી સમક્ષ ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો ચોંકાવનારો દાવો
શું સિંહો માનવભક્ષી બન્યા? અમરેલીમાં 8 દિવસમાં 3 લોકોના લીધા જીવ, ખેડૂતો અને માલધારીઓમાં ભારે ફફડાટ
શું સિંહો માનવભક્ષી બન્યા? અમરેલીમાં 8 દિવસમાં 3 લોકોના લીધા જીવ, ખેડૂતો અને માલધારીઓમાં ભારે ફફડાટ
IND A vs AFG A: ભારતે અફઘાનિસ્તાનને 101 રનથી હરાવ્યું, ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત
IND A vs AFG A: ભારતે અફઘાનિસ્તાનને 101 રનથી હરાવ્યું, ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત
India Innings Highlights: ગિલની ઐતિહાસિક ઈનિંગ, ઈશાનની સદી, ભારતે અફઘાનિસ્તાનને આપ્યો 403 નો લક્ષ્યાંક
India Innings Highlights: ગિલની ઐતિહાસિક ઈનિંગ, ઈશાનની સદી, ભારતે અફઘાનિસ્તાનને આપ્યો 403 નો લક્ષ્યાંક
ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ગુંલાટ! ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, શરતો પૂરી નહીં થાય તો....
ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ગુંલાટ! ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, શરતો પૂરી નહીં થાય તો....
ચોમાસું ક્યાં અટક્યું? 23 જૂન સુધી આ રાજ્યોમાં રાહ જોવી પડશે, જુઓ લેટેસ્ટ હવામાન અપડેટ
ચોમાસું ક્યાં અટક્યું? 23 જૂન સુધી આ રાજ્યોમાં રાહ જોવી પડશે, જુઓ લેટેસ્ટ હવામાન અપડેટ
IND vs AFG: ઈશાન કિશને સદી ફટકારી રચ્યો ઈતિહાસ, દિગ્ગજોના ક્લબમાં કરી એન્ટ્રી 
IND vs AFG: ઈશાન કિશને સદી ફટકારી રચ્યો ઈતિહાસ, દિગ્ગજોના ક્લબમાં કરી એન્ટ્રી 
Embed widget