Alia Bhatt Video Got Ready For Met Gala: આલિયા ભટ્ટ તાજેતરમાં મેટ ગાલા 2023માં રેડ કાર્પેટ પર જલસા કરતી જોવા મળી હતી. આલિયા પહેલીવાર મેટ ગાલામાં હાજરી આપી હતી. બધાએ એક્ટ્રેસના લુક અને સ્ટાઇલના વખાણ કર્યા હતાં. બીજી બાજુ શુક્રવારે આલિયાએ તેનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે જણાવ્યું છે કે, જ્યારે તે મેટ ગાલા માટે તૈયાર થઈ રહી હતી ત્યારે તે કેટલી નર્વસ હતી. બિહાઈંડ ધ વીડિયોમાં આલિયા મેટ ગાલા માટે તૈયાર થતી નજરે પડે છે.


મેટ ગાલા ડેબ્યૂ પહેલા આલિયા ભટ્ટ નર્વસ


વીડિયોની શરૂઆતમાં આલિયા ભટ્ટ ડિઝાઈનર પ્રબલ ગુરુંગનો સફેદ ડ્રેસ પહેરેલી જોવા મળે છે, જેમાં 1 લાખ મોતીઓનું વર્ક કરવામાં આવ્યું છે. વીડિયોમાં આલિયા કહેતી જોવા મળે છે કે, કોઈ મને અહીંથી ઉપાડશે અને મેટ ગાલાના રેડ કાર્પેટ પર લઈ જશે. હકીકતમાં આલિયા મેટ ગાલામાં ડેબ્યૂ કરતા પહેલા ખૂબ જ નર્વસ હતી. તેના નર્વસ થવાનું કારણ તેનો મોટો ડ્રેસ અને હાઈ હીલ્સ હતા. આલિયાએ કહ્યું હતું કે, રેડ કાર્પેટ પર  રીતસરના તેના પગ ધ્રુજતા હતાં. 


આલિયાએ વીડિયો શેર કરીને પોતાના ડરના કારણને લઈ કર્યો ખુલાસો


જો કે, આલિયા ભટ્ટ આ વીડિયોમાં એમ પણ કહી રહી છે કે, તે આ મોટા વૈશ્વિક ઈવેન્ટમાં ભાગ લેવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આલિયા પોતાને અરીસામાં જોઈ રહી છે. મેટ ગાલામાં ડેબ્યુ કરવા અંગેની તેણીની ખુશી આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.


આલિયા ભટ્ટે પણ મેટ ગાલા દરમિયાન રેડ કાર્પેટ પરથી ઘણી તસવીરો શેર કરી હતી, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. જાહેર છે કે, મેટ ગાલા 2023ની થીમ સ્વર્ગસ્થ ફેશન ડિઝાઈનર કાર્લ લેજરફેલ્ડના સન્માન માટે 'કાર્લ લેજરફેલ્ડઃ અ લાઈન ઓફ બ્યુટી' હતી. 1 લી મેના રોજ આયોજિત આ ગ્લોબલ ઈવેન્ટમાં આલિયા ઉપરાંત પ્રિયંકા ચોપરા, સોશિયલાઈટ નતાશા પૂનાવાલા અને ઈશા અંબાણીએ પણ ભાગ લીધો હતો. 






ક્યારે, ક્યાં અને કેવી રીતે જોશો Met Gala 2023? પ્રિયંકા ચોપરાથી લઈને આલિયા ભટ્ટ સુધી થશે સામેલ


Met Gala 2023: દર વર્ષની જેમ આ વખતે પણ મેટ ગાલા ઈવેન્ટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે 1 મેના રોજ મેટ ગાલા 2023 ઇવેન્ટની ઉજવણી કરવામાં આવશે. જો તમે પણ આ શાનદાર ઈવેન્ટને જોવા ઈચ્છો છો, તો તમે ઘરે બેસીને તેનો સંપૂર્ણ આનંદ લઈ શકો છો. આ ઈવેન્ટમાં હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીના ઘણા મોટા સ્ટાર્સ તેનો ભાગ બનશે.


કાર્લ લેગરફેલ્ડને આપવામાં આવશે સન્માન


આ વર્ષે મેટ ગાલા 2023નું આયોજન ન્યૂયોર્કમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ દ્વારા કરવામાં આવશે. આ વર્ષના અંતમાં યોજાનારી ઇવેન્ટમાં જર્મન ફેશન ડિઝાઇનર કાર્લ લેગરફેલ્ડનું સન્માન કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કર્મચારીઓ, સેલિબ્રિટીઝ, ફેશન મોગલ્સ અને કેટલીક સેલિબ્રિટીઓ ઇવેન્ટનો ભાગ બનવા માટે તૈયાર છે.