તાજેતરમાંજ મીરા રાજપૂતે Ask Me Anything સેશનનુ આયોજન કર્યુ હતુ, તેમાં એક સવાલ તેને ત્રીજીવાર માતા બનવાને લઇને પણ પુછાયો હતો. ઉલ્લેખનીય છે કે શાહીદ કપૂર અને મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા છે, અને હાલ બન્ને બે બાળકોના માતા-પિતા છે.
આ સેશનમાં સેલેબ્સ લાઇવ આવીને ફેન્સે મીરા રાજપૂત સાથે સવાલ જવાબ કર્યા હતા, કેટલાક ફેન્સ મીરાને બૉલીવુડમાં આવવાને લઇને સવાલ કર્યા હતો, જોકે આ બધાની વચ્ચે એક ફેને મીરાને પુછી નાંખ્યુ કે તમે ત્રીજીવાર પ્રેગનન્ટ છો? આ સવાલનો જવાબ મીરાએ એક જ શબ્દ 'ના'માં આપી દીધો હતો. એટલે કે મીરાએ પોતે પ્રેગનન્ટ ના હોવાની વાત કહી દીધી હતી.
નોંધનીય છે કે બૉલીવુડ એક્ટર શાહીદ કપૂર અને મીરા રાજપૂતના લગ્ન વર્ષ 2015માં થયા હતા. બન્નેનેએ એક દીકરી છે મીશાં જે ચાર વર્ષની થઇ ચૂકી છે, અને બીજો દીકરો છે જૈદ જે બે વર્ષનો છે.