Miss Universe 2025 Winner Prize Money:મિસ યુનિવર્સ સ્પર્ધા દર વર્ષે મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત કરવામાં આવે છે. તે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધાઓમાંની એક છે. મિસ યુનિવર્સ 2025 ની 74મી એડિશન થાઇલેન્ડના બેંગકોકમાં યોજાઈ હતી, જ્યાં મેક્સિકોની ફાતિમા બોશે ખિતાબ જીત્યો હતો.
મિસ યુનિવર્સ 2025 ની થીમ "પાવર ઓફ લવ" હતી અને 121 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ વર્ષે, સાઉદી અરેબિયા, પેલેસ્ટાઇન અને મોઝામ્બિક સહિત ઘણા દેશોએ પ્રથમ વખત ભાગ લીધો હતો. ભારતની મણિકા વિશ્વકર્મા ટોચના 12 થી આગળ વધવામાં નિષ્ફળ રહી હતી.
મિસ યુનિવર્સ 2025 ના પુરસ્કારની રકમ અને લાભોજોકે મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ વર્ષની ચોક્કસ પુરસ્કાર રકમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, અહેવાલો સૂચવે છે કે વિજેતાને આશરે $250,000 મળશે, જે 2024 ના વિજેતા વિક્ટોરિયા કેર્યુની જેમ જ છે. પુરસ્કાર રકમ ઉપરાંત, વિજેતાને $50,000 નો માસિક પગાર મળશે, જે સામાન્ય રીતે ટ્રાવેલ, પબ્લિક એપીરિયન્સ અને મિસ યુનિવર્સ બ્રાન્ડની હેઠળ થનાર એક્ટિવિટીને કવર કરે છે.
મિસ યુનિવર્સ 2025 ના તાજની કિંમત કેટલી છે?મિસ યુનિવર્સ 2025 ને મોટી ઇનામી રકમ મળે છે, સાથે જ ન્યુ યોર્ક સિટીમાં એક વૈભવી એપાર્ટમેન્ટ પણ મળે છે, જે તેના વિજેતા તરીકેના સમય દરમિયાન તેનું સત્તાવાર નિવાસસ્થાન બની જાય છે. અને, અલબત્ત, કોઈ પણ મિસ યુનિવર્સની સક્સેસની કહાણી તાજ વિના પૂર્ણ થતી નથી. આ વર્ષના જટિલ કારીગીરીથી બનાવેલા તાજની કિંમત $5 મિલિયન હોવાનો અંદાજ છે.
સ્ટાઇલિંગ સહાયમિસ યુનિવર્સ વિજેતાને આખા વર્ષ દરમિયાન સ્ટાઇલિંગ આસિસ્ટેન્ટ પૂરી પાડવામાં આવશે. ફાતિમા બોશ અગ્રણી ફેશન ડિઝાઇનર્સ, મેકઅપ આર્ટિસ્ટ રો અને હેર સ્ટાઈલિસ્ટના સંપર્કમાં રહેશે જેથી ખાતરી કરી શકાય કે, તે હંમેશા મીટિંગ્સ, ફોટોશૂટ અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો માટે તૈયાર રહે.
કોણ છે ફાતિમા બૉશ
મેક્સીકન સુંદરી ફાતિમા બોશ 25 વર્ષની છે. તેમણે ઇબેરોઅમેરિકાના યુનિવર્સિટીમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કર્યો હતો. બાળપણમાં તેણી ડિસ્લેક્સિયાથી પીડાતી હતી, જેના કારણે શાળામાં બુલીનો ભોગ બનતી હતી અને લોકો તેને મંદબૃ્દ્ધિની ગણતા હતા . પરંતુ તેણીએ પોતાની નબળાઈને શક્તિમાં ફેરવી દીધી, અને સાબિત કર્યું કે તે સુંદરતા અને મગજનું ઉત્તમ ઉદાહરણ છે. મિસ યુનિવર્સ 2025નો તાજ જીત્યા પછી, ફાતિમા સોશિયલ મીડિયા પર પર છવાઇ ગઇ છે..