ટ્રેન્ડિંગ

Jacqueliene Fernandez At Cannes: કાન્સમાં જૈકલીન ફર્નાન્ડિસનો ગ્લેમરસ રેડ લૂક, જુઓ શાનદાર તસવીરો

Sophie Choudry : રેડ લૂકમાં ખૂબ જ હોટ લાગી સૌફી ચૌધરી, જુઓ વાયરલ તસવીરો

Poonam Pandey PHOTO: બિકીનીમાં હોટ લાગી પૂનમ પાંડે, તસવીરોએ વધાર્યો તાપમાનનો પારો

Chitrangada Singh Pics: સાડીમાં ચિત્રાંગદા સિંહનો જોવા મળ્યો આગવો ઠાઠ

Jannat Zubair Photo: બ્લેક ડ્રેસમાં ગોર્જિયસ લાગી જન્નત ઝુબેર, જુઓ તસવીરો
Edin Rose Photo: એડિન રોઝનો ગ્લેમરસ લુક જોઈ ફેન્સ થયા દિવાના, જુઓ તસવીરો
બોલીવુડની કઈ એક્ટ્રેસના પુત્રે યંગ એક્ટ્રેસને કેફી પદાર્થ પિવડાવીને બાંધ્યા શારીરિક સંબંધ ? એક્ટ્રેસે રેપમાં પુત્રને શું કરી મદદ ?
બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીની પત્ની યોગિતા બાલી અને દીકરી મહાક્ષય ચક્રવર્તી પર બળાત્કાર, ચીટિંગ અને જબરદસ્તીથી એબોર્શન કરવાના કેસમાં મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
Continues below advertisement

મુંબઇઃ પીડિતા દ્વારા પોલીસને લખેલ એક લેખિત ફરિયાદ અનુસાર, પીડિતા અને એક્ટર મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષય સાથે 2015થી રિલેશનશિપમાં હતી. મહાક્ષયએ આ દરમિયાન પીડિતાને લગ્નની લાલચ આપી પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા.
પોલીસને આપવામાં આવેલ લેખિત ફરિયાદમાં પીડિતાએ કહ્યું કે, ‘વર્ષ 2015 માં મહાક્ષયે પીડિતાને ઘરે બોલાવી અને તને સોફ્ટ ડ્રિંકમાં નશીલી દવા આપી હતી અને આ દરમિયાન મહાક્ષયે પીડિતાને વિશ્વાસમાં લીધા વગર જ તેની સાથે શીરિરીક સંબંધ બાંધ્યા અને બાદમાં લગ્નની લાલચ આપતો રહ્યો. મહાક્ષય 4 વર્ષ સુધી પીડિતાની સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો અને શારીરિક, માનસિક તેનું શોષણ કરતો રહ્યો.
પીડિતા અનુસાર, જ્યારે તે આ રિલેશનશિપને કારણે પ્રેગ્નેન્ટ થઈ ગઈ તો મહાક્ષયએ તેનું એબોર્શન કરાવવા માટે દબાણ કર્યું અને જ્યારે તે ન માની તો તેને કેટલી ગોલી આપી તેનું એબોર્શન કરાવી દીધું. પીડિતા અનુસાર તેને ખબર ન હતી કે તેને આપવામાં આવેલ ગોળીથી તેનું એબોર્શન થઈ શકે છે. પીડિતાનું કહેવું છે કે, મહાક્ષયની માતા અને એક્ટર મિથુન ચક્રવર્તીની પત્નીએ પીડિતાની ફરિયાદ બાદ પીડિતાને ધમકી આપી હતી અને કેસને રફેદફે કરવા માટે દબાણ પણ કર્યું હતું.
પીડિતાએ પહેલા પણ આ મામલે એફઆઈઆર નોંધાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસે કેસ નોંધ્યો ન હતો. આ દરમિયાન પીડિતા દિલ્હી શિફ્ટ થઈ ગઈ જ્યાં તેણે દિલ્હીની રોહિણી કોર્ટમાં એફઆઈઆર નોંધાવવા માટે અપીલ કરી હતી. બાદમાં કોર્ટે ફરિયાદ નોંધવા અને તપાસ કરવાના આદેશ આપ્યા હતા. જેના આધારે ગુરુવારે મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.
Continues below advertisement