Peter Pereira Passed Away: બોલિવૂડ સુપર સ્ટાર અનિલ કપૂરની ફિલ્મ 'મિસ્ટર ઈન્ડિયા'ના સિનેમેટોગ્રાફર પીટર પર્સિયાનું (Peter Pereira)93 વર્ષની વયે નિધન થયું છે. પીટરે 'મિસ્ટર ઈન્ડિયા' (1987), 'શેષનાગ' (190), 'અજૂબા' (1991), 'બોર્ડર' (1997) અને 'આ ગલે લગ જા' (1973) જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચને(Abhishek Bachchan) ટ્વિટ કરીને પીટરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. સાથે જ તેમને દુખ વ્યક્ત કર્યું છે.
અભિષેક બચ્ચને જૂના દિવસોને યાદ કર્યા
પીટર છેલ્લા 20 વર્ષથી જોઈ શકતા ન હતા. પીટરના મૃત્યુના સમાચાર શેર કરતા અભિષેક બચ્ચને લખ્યું, 'આપણી ઈન્ડસ્ટ્રીએ આજે એક લિજેન્ડ ગુમાવી દીધા છે. પીટર પર્શિયા (Peter Pereira) સિનેમેટોગ્રાફીની દ્રષ્ટિએ અમારી ફિલ્મોમાં ધુનાધાર હતા. મહાન લોકોમાંથી એક. મારા પિતાના ફિલ્મોના સેટ પર હું જ્યારે નાનો હતો ત્યારે જતો હતો ત્યારથી તેઓને હું ઓળખું છું. અને મને તેઓ યાદ છે.
અભિષેક બચ્ચને ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું
અભિષેક બચ્ચને લખ્યું દયાળુ, પ્રેમાળ, આદરણીય અને અદ્ભુત વ્યક્તિ. ઈશ્વર તમારા આત્માને શાંતિ આપે સર, જણાવી દઈએ કે પીટરે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેમ છતાં અનિલ કપૂરની ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા તેની સૌથી મોટી ઉપલબ્ધિઓમાં ગણવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર પીટર મુંબઈના જુહુમાં એક ઘરમાં એકલા રહેતા હતા.
પીટર આ ડોક્યુમેન્ટ્રીમાં જોવા મળ્યા હતા
પીટરનું કામ છેલ્લે હેમંત ચતુર્વેદીની ડોક્યુમેન્ટ્રી 'છાયાંકન'માં જોવા મળ્યું હતું. આ ડોક્યુમેન્ટરીમાં વર્ષ 1950થી 2000 સુધીના કુલ 14 સિનેમેટોગ્રાફર્સ બતાવવામાં આવ્યા હતા. પીટર પર્શિયા, ગોવિંદ નિહલાની, જહાંગીર ચૌધરી, પ્રવીણ ભટ્ટ અને કમલાકર રાવ જેવા દિગ્ગજ કલાકારો આ ડોક્યુમેન્ટ્રીમાં જોવા મળ્યા હતા.