મુંબઇઃ બૉલીવુડના સ્ટાર એક્ટર અને શક્તિમાન તરીકે જાણીતા થયેલા મુકેશ ખન્નાએ બૉલીવુડની આત્મહત્યાઓ પર શંકા દર્શાવી છે. એક્ટરે કેટલીક ટીવી ડેબિટમાં દાવો કર્યો છે કે ભૂતકાળમાં બૉલીવુડમાં કેટલીય હત્યાઓ થઇ, જેને આત્મહત્યાઓમાં ખપાવી દેવામાં આવી છે. મહાભારતમાં ભીષ્મ પિતામહની ભૂમિકાને લઇને જાણીતા થયેલા અભિનેતાની આ ટિપ્પણી પર કેટલાય લોકોએ એ કહીને ફગાવી પણ દીધી છે કે આ વ્યક્તિ કંઇક વધારે જ જાણે છે.




હવે મુકેશ ખન્નાના નિવેદન પર કાર્યવાહીનો એક સંભવિત કેસ બની ગયો છે. મુંબઇ પોલીસ કમિશનર પરમવીર સિંહને આ સંબંધમાં એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં એ માંગ કરવામાં આવી છે કે પોલીસે આવા તમામ બૉલીવુડ આત્મહત્યાઓની ફરીથી તપાસ કરવી જોઇએ, જે છેલ્લા 50 વર્ષોમાં સંભવિત હત્યાઓ હોઇ શકે છે. શિવસેના નેતા અને વસંતરાવ નાઇક શેટ્ટી સ્વાવલંબન મિશનના અધ્યક્ષ કિશોર તિવારી, જેમને રાજ્ય મંત્રીનો દરજ્જો આપ્યો છે, એ જનહિતમાં ખન્નાના આરોપોની સઘન તપાસ માટે મુંબઇ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે.



તિવારીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, એક ટીવી ઇન્ટરવ્યૂમાં એક ડિબેટ દરમિયાન ખન્નાએ એક આશ્ચર્યજનક નિવેદન આપ્યુ. કોઇપણ પણ તેમને આ પ્રકારના ગંભીર મુદ્દાઓ પર સવાલ ના કર્યો. તેમને બાદમાં બીજી ચેનલ પર પણ આ વાતને દોહરાવી, અને અન્ય લોકોએ આને પ્રમુખતાથી લીધુ છે. તિવારીએ મુંબઇ પોલીસ કમિશનર સિંહને એક વિશેષ તપાસ દળ રચવાનુ કહ્યું છે, અને ખન્નાની ટીવી પર કરવામાં આવેલી ટિપ્પણીઓની તપાસ કરાવવાનો આગ્રહ કર્યો છે.



ખન્નાએ ડિબેટ દરમિયાન કથિત રીતે કહ્યું હતુ કે બૉલીવુડમાં હત્યાઓના કેટલાય અપરાધ દબાવવામાં આવે છે. અને સુશાંત સિંહ રાજપૂત કેસમાં પણ રીતે આત્મહ્ત્યાના કેસમાં બદલી લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ગૃહ વિભાગના સુત્રોઅનુસાર સંકેત આપવામાં આવ્યા છે કે સરકાર પોલીસ કમિશનરને એક રિપોર્ટ માંગશે.



તિવારીએ એ પણ કહ્યું કે બહુજ ગંભીર અપરાધ વિશે જો જાણકારી છે તો પોલીસ આની તપાસ માટે ખન્ના, ગોસ્વામી, અને પાત્રાને તરતજ સમન મોકલવુ જોઇએ. તેમને કહ્યું કે, જો ખન્નાના નિવેદનો ખોટા સાબિત થાય તો..