Saif Ali Khan Attack: પોલીસ સૈફ અલી ખાન હુમલા કેસની તપાસ કરી રહી છે અને આરોપીઓને પકડવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. અત્યાર સુધીમાં પોલીસે 40 થી 50 લોકોની પૂછપરછ કરી છે. વળી, મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની 35 ટીમો આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન, આ કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. ખરેખર પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે.


પોલીસે આરોપીની કરી લીધી છે ઓળખ - 
સૈફ અલી ખાન પર થયેલા હુમલાને 55 કલાકથી વધુ સમય વીતી ગયો છે. આ દરમિયાન, એબીપી ન્યૂઝ પર એક મોટો ખુલાસો થયો છે. વાસ્તવમાં, સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે. આરોપીનો એક નવો ફોટો સામે આવ્યો છે જે આરોપીના ચહેરા સાથે ખૂબ જ મળતો આવે છે. જોકે, પોલીસે હજુ સુધી તેને આરોપી તરીકે ઔપચારિક રીતે જાહેર કર્યો નથી. પરંતુ ફોટાના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તે વ્યક્તિ છે જેણે ગુરુવારે વહેલી સવારે સૈફ અલી ખાન પર તેના ઘરમાં છરી વડે હુમલો કર્યો હતો.






પહેલા પણ આવી કાવતરાને અંજામ આપવાની કરી હતી કોશિશ - 
આરોપીએ 11 ડિસેમ્બરે પણ આવી જ ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે તે પકડાઈ ગયો હતો પણ લોકોએ તેને માનસિક દર્દી સમજીને છોડી દીધો અને પોલીસને સોંપ્યો નહીં. એવું પણ જાણવા મળ્યું છે કે જ્યારે આરોપી પકડાય છે, ત્યારે તે પોતાને ડિલિવરી બૉય કહે છે. નવી તસવીર સામે આવ્યા બાદ પોલીસ હવે તેને તરત જ ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે. આરોપીના જૂના ગુનાહિત રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે.


કરીના કપૂરનું રિએક્શન  -
કરીના કપૂર એ આ સમગ્ર ઘટના પછી instagram પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે લખ્યું હતું કે, દિવસ તેમના માટે ખૂબ જ મુશ્કેલી ભર્યો રહ્યો છે. તેનો પરિવાર ખૂબ જ તકલીફમાં છે. સાથે જ તેને મીડિયા અને પૈપરાઝીને કહ્યું કે કોઈપણ પ્રકારની અટકળો ન લગાવે. અને તેમની પ્રાઇવેસીનું સન્માન કરે. 


આ ઘટનાને 24 કલાકનો સમય થઈ ચૂક્યો છે. જ્યારે આરોપી હજુ પણ પોલીસની પકડથી બહાર છે. આ ઘટનામાં પ્રશ્ન એ પણ થાય છે કે સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કરી દેવા પાછળ કારણ શું હતું ? શું ઘરમાં ઘુસેલા ચોરે પકડાઈ જવાના ડરથી જ સૈફ અલી પર ચાકુ ચલાવી ? સૈફ અલી ખાન પર હુમલો કરીને તે વ્યક્તિ સરળતાથી ઘરમાંથી કેવી રીતે ભાગી નીકળ્યો ? આ બધા જ પ્રશ્નોનો જવાબ પોલીસ તપાસ અને આરોપીની ધરપકડ પછી જ સામે આવી શકશે.


આ પણ વાંચો


Saif Ali Khan Attack: લોહી જ લોહી દેખાઇ રહ્યું હતુ, મેં ભાડુ પણ ના લીધુ, સૈફને હૉસ્પિટલ પહોંચાડનારા ઓટો ડ્રાઇવરની જુબાની