બોલીવૂડના દિગ્ગજ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી છેલ્લા ઘણા સમયથી પત્ની સાથેના ઝઘડાને લઈ વિવાદમાં છે. અભિનેતા ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે.  નવાઝુદ્દીન સિદ્દીકી પર તેની પૂર્વ પત્ની આલિયાએ રેપનો કેસ દાખલ કર્યો છે.  આલિયાએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે રડતા કહી રહી છે કે, 'નવાઝ  બાળકોની કસ્ટડી ઈચ્છે છે, પરંતુ હું તમારા લોકો પાસેથી જાણવા માંગુ છું કે જે માણસને ખબર નથી કે તેના બાળકો ક્યારે નાનાથી મોટા થઈ ગયા છે. જેને બાળકોના ડાયપર બદલવાનું પણ આવડતું નથી તે આજે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને મારા બાળકો મારાથી છીનવી લેવા માંગે છે. આજે આ બધું કરીને તે પોતાને એક મહાન પિતા તરીકે દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.


આલિયાએ વીડિયોમાં આગળ કહ્યું, 'તમારા પૈસાથી તમે ગમે તેને  ખરીદો, તમે મારા બાળકોને મારાથી અલગ નહીં કરી શકો. તમે મને પોતાની પત્ની નથી માનતા, જ્યારે મેં તમને હંમેશા મારા પતિ તરીકે સ્વીકાર કર્યા છે.  દરેક ડોક્યૂમેન્ટમાં મેં તને મારો પતિ માન્યો છે, પરંતુ તે મને છેતરી છે.  આ બાબત મારા માટે સહન કરવી મુશ્કેલ છે.


મે મારી જિંદગીના મહત્વપૂર્ણ 40 વર્ષ તારી સાથે પસાર કર્યા છે. આજે મારી પાસે એક-એક રુપિયાની અછત છે. આ વાત મે કોઈને નહોતી કરી, પરંતુ હવે જણાવી રહી છુ કારણ કે તેણે (નવાઝ)મને ચારે બાજુથી નબળી પાડીને રાખી છે. 


આલિયાએ નવાઝુદ્દીનને અહંકારી ગણાવ્યો છે. તેણે આગળ કહ્યું,  મને લાગે છે કે આ માણસ સત્તાના ચક્કરમાં પાગલ થઈ ગયો છે. બાળકો આજે પણ  મારી સાથે ચોંટીને સૂઈ જાય છે, તેણે ક્યારેય તેમને ગળે લગાવ્યા નથી.  મને કોર્ટ પર  પૂરો વિશ્વાસ છે એટલે  મને ખાતરી છે કે નિર્ણય મારી તરફેણમાં આવશે. આપ સૌને વિનંતી છે કે આ માણસની ડાર્ક સાઈડ પણ જુઓ.


નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાની લડાઈ ત્યારે શરૂ થઈ જ્યારે આલિયાએ નવાઝની માતા પર મારપીટનો આરોપ લગાવ્યો હતો.  આલિયાનું કહેવું હતું કે નવાઝના પરિવારવાળા તેનું શોષણ કરી રહ્યા છે અને તેને પોતાની મિલકતમાંથી બર તરફ કરી રહ્યા છે. 


બીજી તરફ નવાઝુદ્દીન તરફથી કહેવામાં આવ્યું છે કે આલિયા તેનાથી ઘણા સમય પહેલા જ અલગ થઈ ગઈ છે, પરંતુ હવે તે પ્રોપર્ટી અને બંગલા પર  ગેરકાયદેસર રીતે કબજો કરવા માંગે છે. આલિયાએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે નવાઝ પર પોતાનો ગુસ્સો કાઢતી જોવા મળી રહી હતી.