મુંબઇઃ નાર્કોટિક્સ કંન્ટ્રૉલ બ્યૂરો -એનસીબીએ ફરી એકવાર ડ્રગ્સ મામલે સપોટો બોલવવાનુ શરૂ કર્યુ છે, બૉલીવુડ એક્ટર અર્જૂન રામપાલના મુંબઇ સ્થિત ઘરે એનસીબીની ટીમે દરોડા પાડ્યા છે. અભિનેતાના અલગ અલગ ઠેકાણાં પર એનસીબીએ રેડ કરી છે. એનસીબી સુત્રો અનુસાર અર્જૂન રામપાલના ડ્રાઇવરને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યો છે. ખરેખરમાં, બૉલીવુડ ડ્રગ્સ રેકેટના કેસોમાં એનસીબી પહેલાથી જ તપાસ કરી રહી છે. અર્જૂન રામપાલનુ નામ પણ આ કેસમાં ઉછળી ચૂક્યુ છે.


ફિલ્મ પ્રૉડ્યૂસર ફિરોઝ નાડિયાદવાળાની પત્નીની ધરપકડ
એક દિવસ પહેલા બૉલીવુડ ડ્રગ્સ કનેક્શન મામલામાં ફિલ્મ પ્રૉડ્યૂસર ફિરોઝ નાડિયાદવાળાની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ ફિરોઝ નાડિયાદવાળાને એનસીબીએ સમન્સ મોકલ્યુ છે. આ પહેલા દરોડામાં એનસીબીની ટીમે ફિરોઝના ઘરેથી ડ્રગ્સ જપ્ત કર્યુ હતુ.

જાણકારી અનુસાર, ફિરોઝના ઘરે એનસીબીના સર્ચ ઓપરેશનમાં 10 ગ્રામ ગાંજો, ત્રણ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. એનસીબીની ટીમે એનસીબીના ઝોનલ ડાયેરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વામાં મુંબઇમાં પાંચ જગ્યાએ રેડ કરી હતી.