જ્યારે નીના ગુપ્તાને ખબર પડી કે તે વિવિયન રિચર્ડ્સના બાળકની માતા બનવા જઈ રહી છે. તો તેણે તરત જ આ વિશે ક્રિકેટરને જણાવ્યુ હતું ત્યારે વિવિયનએ નીના ગુપ્તાને પ્રેગ્નન્સી ચાલુ રાખવાની સલાહ આપી હતી. નીના ગુપ્તાએ જણાવ્યું કે તેમના પરિવારે આ નિર્ણયમાં તેમનો સાથ આપ્યો ન હતો. પરંતુ પાછળથી તેના પિતા માની ગયા હતા.
નીનાએ કહી દિલની વાત
અભિનેત્રી નીના ગુપ્તા હંમેશા પોતાનું જીવન બિન્દાસ રીતે જીવે છે. એ જમાનામાં જ્યારે સમાજ લગ્ન વિના માતા બનવા પર ધુતકારતો હતો ત્યારે નીના ગુપ્તાએ એક બાળકને જન્મ આપ્યો અને તેને સિંગલ પેરેન્ટ તરીકે ઉછેર કર્યો હતો. નીના ગુપ્તાનું વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ સાથે અફેર હતું. પહેલેથી જ પરિણીત વિવિયને નીના સાથે લગ્ન કર્યા ન હતા. એક ઈન્ટરવ્યુમાં નીના ગુપ્તાએ જણાવ્યું કે વિવિયનને તેની પ્રેગ્નન્સી વિશે જાણ્યા પછી કેવી પ્રતિક્રિયા આપી હતી.
નીના ગુપ્તાએ ખોલ્યા રહસ્યો
જ્યારે નીના ગુપ્તાને ખબર પડી કે તે વિવિયન રિચર્ડ્સના બાળકની માતા બનવા જઈ રહી છે, તો તેણે તરત જ આ વિશે ક્રિકેટરને જણાવ્યું. વિવિયનએ નીના ગુપ્તાને પ્રેગ્નન્સી ચાલુ રાખવાની સલાહ આપી હતી. નીના ગુપ્તાએ જણાવ્યું કે તેમના પરિવારે આ નિર્ણયમાં તેમનો સાથ આપ્યો ન હતો. પરંતુ પાછળથી તેના પિતા માની ગયા હતા. પ્રેગ્નન્સીની એ ક્ષણોમાં નીના ગુપ્તાના પિતા તેમના સૌથી મોટા સમર્થક તરીકે આગળ આવ્યા હતા.
નીના ગુપ્તાની પ્રેગ્નન્સી પર શું કહ્યું વિવિયન?
એક ઈન્ટરવ્યુમાં નીના ગુપ્તાએ કહ્યું કે જયારે મને મારી પ્રેગનેન્સીની ખબર પડી ત્યારે હું ખુશ નહોતી. પરંતુ હું એ વાતથી ખુશ હતી કે મે વિવિયનને પ્રેમ કર્યો હતો. મેં વિવિયનને ફોન કરીને પૂછ્યું કે જો તને આ બાળક નથી જોઈતું તો હું આ બાળકને જન્મ નહી આપું. ત્યારે વિવિયને કહ્યું નહી નહી તું આ બાળકને જન્મ આપીશ તો મને ગમશે. જો કે બધાએ મને બાળકને જન્મ આપવાની ના કહી અને કહ્યું કે તું એકલા હાથે બધું નહી કરી શકે. કારણ કે વિવિયન પહેલેથી જ પરિણીત હતો. હું તેની સાથે લગ્ન કરી શકી નહી. અને તેની સાથે રહેવા માટે એન્ટિગુઆ પણ જઈ શકી નહી. પરંતુ શું થાય તમે યુવાનીમાં આંધળા થઇ જાઓ છો. જ્યારે તમે પ્રેમમાં હોવ ત્યારે તમે કોઈનું સાંભળતા નથી. કોઈ બાળક તેમના માતા-પિતાની વાત સાંભળતું નથી, હું પણ એવી જ હતી.
નીના અને વિવિયન કેવી રીતે મળ્યા?
નીના અને વિવિયન જયપુરમાં મળ્યા હતા. ત્યારે નીના તેની ફિલ્મના શુટિંગ પર હતી. જયપુરની રાણીએ ફિલ્મના કલાકારો અને વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ્સને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. આ ડિનરમાં નીના વિવિયનને મળી હતી. તેમની પુત્રી મસાબા એક પ્રખ્યાત ડિઝાઇનર છે. નીનાએ તેની દીકરી મસાબાને ક્યારેય અંધારામાં રાખી નથી. નીના કહે છે- હું અને વિવિયન થોડા સમય માટે સંપર્કમાં હતા અને થોડા સમય માટે નહીં. પણ મેં મસાબાને બધું નિખાલસતાથી કહી દીધું. બાળકને સત્ય કહેવું જરૂરી છે, નહીં તો તે આ સત્ય બીજા કોઈ પાસેથી જાણી લેશે. નીનાએ કહ્યું કે દીકરીને એકલી ઉછેરવી સરળ નથી. પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને બેલેન્સ કરવું મુશ્કેલ હતું. પરંતુ આ મુશ્કેલ સમયમાં નીના ગુપ્તાને તેના પિતાએ ઘણો સાથ આપ્યો હતો.
નીના ગુપ્તાએ 2008માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિવેક મહેરા સાથે લગ્ન કર્યા હતા. નીના તેના લગ્ન જીવનમાં ખુશ છે. નીના ગુપ્તાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો નીના બેક ટુ બેક હિટ ફિલ્મો આપી રહી છે. તેની છેલ્લી રિલીઝ ફિલ્મ ઊંચાઈ છે. તેને ખૂબ પસંદ કરવામાં આવી