Kajol and Nyasa in NMACC Launch Event : નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગ ઈવેન્ટનો બીજો દિવસ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. જેમાં બોલિવૂડથી લઈને હોલીવુડના સ્ટાર્સે જોરદાર રીતે ગ્લેમર ઉમેર્યું હતું. હવે આ ઇવેન્ટનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં કાજોલ દીકરી ન્યાસા સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. પરંતુ ફોટોઝ ક્લિક કરતી વખતે કાજોલ અને ન્યાસા વચ્ચે કંઈક એવું થયું જેની ઈન્ટરનેટ પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
ન્યાસાએ માતા કાજોલની વાત માનવા કર્યો સ્પષ્ટ ઈનકાર
વીડિયોમાં જોઈ શકાય છે કે, કાજોલ અને તેની દીકરી ન્યાસા અંબાણી પરિવારના ઈવેન્ટમાં પહોંચ્યા છે. આ દરમિયાન કાજોલ સફેદ એમ્બ્રોઇડરી સૂટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. જ્યારે દીકરી ન્યાસા સિલ્વર આઉટફિટમાં સુંદર લાગી રહી છે. બંને રેડ કાર્પેટ પર એકસાથે પોઝ આપે છે. આ દરમિયાન કાજોલ ન્યાસાને એક સોલો ફોટો ક્લિક કરવાનું કહે છે, પરંતુ ન્યાસા ના પાડી દે છે અને સ્ટેજ છોડીને ચાલી જાય છે. આ ઘટના બાદ કાજોલ થોડી પરેશાન દેખાય છે.
ઈવેન્ટમાં રેખા ન્યાસાને લગાવી ગળે
ત્યાર બાદ કાજોલે દિકરી ન્યાસાનો પરિચય રેખા સાથે કરાવ્યો હતો. રેખાએ ન્યાસાને ગળે લગાવી હતી. ત્યાર બાદ ત્રણેય કેમેરાની સામે પોઝ આપે છે અને ફોટો ક્લિક કરાવે છે. આ દરમિયાન રેખા લીલા રંગની કાંજીવરમ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે તેના આકર્ષક દેખાવ સાથે ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવી દીધા હતાં.
ન્યાસાના ટ્રાન્સફોર્મેશન પર કાજોલે કહ્યું કે...
કાજોલે તાજેતરમાં પુત્રી ન્યાસાની લોકપ્રિયતા અને પરિવર્તન વિશે વાત કરી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કાજોલે કહ્યું હતું કે, મને તેના પર ગર્વ છે. મને ગમે છે કે તે જ્યાં પણ જાય છે ત્યાં તે પોતાની જાતને ગૌરવ સાથે રજુ કરે. હું એટલું જ કહી શકું છું કે તે 19 વર્ષની છે અને જીવનનો આનંદ માણી રહી છે. જે તેને કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તે જે પણ કરવા માંગે છે તેના માટે હું તેને હંમેશા સમર્થન આપીશ.