AR Rahman On Naatu Naatu: પીઢ સંગીતકાર-ગાયક એઆર રહેમાન પણ ઓસ્કાર 2023 માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન ગાયકે એસએસ રાજામૌલીની ઓસ્કર-નોમિનેટેડ ફિલ્મ 'RRR' ના ગીત 'નાટૂ નાટૂ' વિશે કંઈક એવું કહ્યું છે, જે સાંભળીને ચાહકો ખુશ થઈ ગયા છે. નોંધનીય છે કે એઆર રહેમાન 'ધ એકેડમી ઑફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ'ના સભ્ય પણ છે.
AR રહેમાને 'Natu-Natu' માટે ઓસ્કાર જીતવાની ઈચ્છા કરી વ્યક્ત
એસએસ રાજામૌલીના દિગ્દર્શિત સાહસ આરઆરઆરનું ગીત 'નાટૂ નાટૂ' શ્રેષ્ઠ મૂળ ગીતની શ્રેણીમાં ઓસ્કાર માટે નોમિનેટ થયું છે. આ ગીત હોલીવુડની પ્રખ્યાત ગાયિકા લેડી ગાગા અને રીહાના સાથે સ્પર્ધા કરે છે. આ દરમિયાન એઆર રહેમાને તેલુગુ ગીતને સમર્થન આપ્યું છે. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા સિંગરે કહ્યું, 'હું ઈચ્છું છું કે 'નાટૂ નાટૂ' એવોર્ડ જીતે. હું ઇચ્છું છું કે તેઓ પણ ગ્રેમી જીતે, કારણ કે આપણામાંથી કોઈપણ માટે કોઈ પણ એવોર્ડ ભારતને ગર્વ અપાવશે અને આપણી સંસ્કૃતિ વધુ કેન્દ્રિત થશે.'
કહ્યું- આ એવોર્ડ ભારત માટે ગર્વ..
એઆર રહેમાને આ વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં એક ગીત લૉન્ચ કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, 'મને લાગ્યું હતું કે ભારત દસ વર્ષ પહેલાં નોમિનેશન મેળવવાનું શરૂ કરશે. અમે 12 વર્ષ મોડા છીએ. ભારતમાંથી દર વર્ષે આવું થવું જોઈએ કારણ કે આપણે 1.3 અબજ લોકોનો દેશ છીએ અને ફિલ્મ નિર્માણના દરેક પાસામાં અદભૂત પ્રતિભા છે. મોટાભાગની ફિલ્મો સ્પર્ધામાં ઉતરતી નથી. ઓછામાં ઓછા આરઆરઆરના નિર્માતાઓ પાસે તેને બહાર મૂકવાનો મુદ્દો હતો. જો કોઈ તમારી ફિલ્મને જાણતું નથી, તો કોને મત આપશે? હું તેમને શુભેચ્છા પાઠવું છું અને હું ઈચ્છું છું કે તેઓ જીતે.
'નાટૂ નાટૂ' એ જીત્યા અનેક એવોર્ડ
'નાટૂ નાટૂ' ગીત પહેલાથી જ શ્રેષ્ઠ ગીતની શ્રેણીમાં ગોલ્ડન ગ્લોબ્સ અને ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સ સહિત ઘણા આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતી ચૂક્યું છે. છેલ્લા બે દાયકામાં એકેડેમી એવોર્ડ માટે નામાંકિત થનારી આ પ્રથમ ભારતીય ફિલ્મ છે. 'નાટૂ નાટૂ' ગીત એમએમ કીરાવાણી દ્વારા રચવામાં આવ્યું છે. બીજી તરફ એઆર રહેમાનની વાત કરીએ તો તે બે વખત ઓસ્કાર ટાઈટલ જીતી ચૂક્યો છે.