Parineeti Chopra Raghav Chadha: બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા આજકાલ પોતાના રિલેશનશીપને લઇને ખુબ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી તે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે રિલેશનશીપમાં હોવાની વાતને લઇને ચર્ચામાં છે. આ બન્નેના લગ્નની અફવાઓ પણ ઉડી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે હવે બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા તેની રિન્ગ ફિંગરમાં સિલ્વર બેન્ડ પહેરેની જોવા મળી હતી. અભિનેત્રી લાંબા સમયથી રાજકારણી રાઘવ ચઢ્ઢાને ડેટ કરવાને કારણે ચર્ચામાં છે. જોકે, હજુ સુધી બન્નેમાંથી કોઇના પણ તરફથી કોઇ આ અંગે કોઇ સ્ટેટમેન્ટ સામે આવ્યુ નથી. 


પરિણીતીની રિન્ગ ફિંગરમાં દેખાતા સિલ્વર બેન્ડે ખેંચ્યુ ધ્યાન -  
પરિણીતી ચોપરાએ સોમવારે રાત્રે પોતાની વીંટીથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે, સિલ્વર બેન્ડની રિન્ગની પ્લેસમેન્ટ દેખાતી હતી. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી સોમવારે રાત્રે સેલિબ્રિટી મેનેજર પૂનમ દમણિયાની ઓફિસમાં જોવા મળી હતી. આ દરમિયાન પરિણીતીએ શ્રગ તરીકે બટન વિનાના શર્ટ સાથે સફેદ ક્રૉપ ટોપ પહેરેલું હતુ અને આને ડેનિમ્સ સાથે મેચ કર્યુ હતુ. પરિણીતી કેઝ્યૂઅલ લૂકમાં ખુબ જ આકર્ષક લાગી રહી હતી. તેને પોતાની રિન્ગ આંગળી પર સોનાની વીંટી અને ચાંદીની પટ્ટી સિવાય ઓછામાં ઓછો મેકઅપ કર્યો હતો. ઓફિસથી નીકળતા પહેલા અભિનેત્રીએ કેમેરા માટે સ્માઈલ પણ આપી હતી.



રાઘવ ચઢ્ઢાએ પરિણીતીના લગ્નની અફવાઓ અંગે શું કહ્યું  - 
બીજીબાજુ રાઘવ ચઢ્ઢાએ પ્રેસ સાથેની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન પોતાની લગ્નની અફવાઓ વિશેના પ્રશ્નોને ટાળી દીધા હતા. થોડા દિવસો પહેલા આજતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, રાજકારણીને પુછવામાં આવ્યું હતું કે, "પરિણીતી કી ખુબ ચર્ચા હો રહી હૈ." આ સાંભળીને રાઘવ શરમાઈ ગયો અને હસીને કહ્યું, "ચાલો આજે ઉજવણી કરીએ કે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. અને બીજી પણ ઘણી ઉજવણી કરવાની તક મળશે.


હાર્દિક સંધુએ પરિણીતી-રાઘવના સંબંધોની પુષ્ટિ કરી હતી - 
તાજેતરમાં જ સિંગર-એક્ટર હાર્ડી સંધુએ પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના સંબંધોની પુષ્ટિ કરી હતી. તેણે એમ પણ કહ્યું કે, આ કપલ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યું છે. અગાઉ, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની તસવીરો શેર કરતી વખતે, આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરાએ એક ટ્વીટમાં લખ્યું હતું કે, - “હું પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તેમના યૂનિયનને પ્રેમ, સુખ અને સાથીદારીનો આશીર્વાદ મળે. મારી શુભેચ્છાઓ."