Parineeti Raghav Wedding: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નના તમામ ફંક્શન શરૂ થઈ ગયા છે. પરિણીતી-રાઘવ 24 સપ્ટેમ્બરે એકબીજાના થઈ જશે. આ લગ્નમાં હાજરી આપવા માટે પ્રિયંકા ચોપરા ઉદયપુર પહોંચી નથી પરંતુ તેની માતા મધુ ચોપરા હાજરી આપી રહી છે. મધુ ચોપરાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે જેમાં પરીના ફંક્શનની ઝલક જોવા મળે છે.




ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરવામાં આવેલી આ તસવીરમાં મધુ ચોપરા શિમર આઉટફિટમાં છે અને તેમણે ફૂલોથી બનેલું માંગ ટિક્કા લગાવ્યું  છે. તમને જણાવી દઈએ કે આજે સવારે 11 વાગ્યે હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. 



પરિણીતી ચોપરાની બહેન પ્રિયંકા ચોપરા તેની સગાઈમાં સામેલ થઈ હતી પરંતુ લગ્નમાં હાજર રહી શકે તેમ નથી. આજે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેની નાની બહેન પરિણીતીને તેના લગ્ન માટે શુભેચ્છા પાઠવી છે.


પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન 24 સપ્ટેમ્બરે કેટલાક ખાસ મહેમાનોની હાજરીમાં થવા જઈ રહ્યા છે. વરરાજા સહિત લગ્નના તમામ મહેમાનો ઉદયપુર પહોંચી ગયા છે.આજે કપલની હલ્દી સેરેમની અને મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અત્યંત ખાનગી લગ્નની એક ઝલક પણ મેળવવી મુશ્કેલ છે. હવે પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ કપલની હલ્દી સેરેમનીની પહેલી તસવીર દેખાડી છે.


પરિણીતી અને રાઘવના લગ્નની તમામ વિધિ લીલા પેલેસમાં થશે. તેમના લગ્નનું સ્થળ કોઈ શાહી મહેલથી કમ વૈભવી નથી. અહીંના તમામ દ્રશ્યો આંખોને આકર્ષે તેવા છે. તેમના લગ્ન સ્થળમાં સુંદર ફુવારાઓ અને રૂમમાંથી તળાવનો નજારો દેખાય છે. આ મહેલને પરંપરાગત રાજસ્થાની શણગારથી શણગારવામાં આવ્યો છે, જે આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે.


ક્યારે યોજાશે લગ્નનું ફન્ક્શન ?



પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાના લગ્નના કાર્ડ મુજબ, કપલના લગ્નના ફંક્શન 23 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 24 સપ્ટેમ્બર સુધી ચાલશે. 


રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા 24 સપ્ટેમ્બરે ઉદયપુરમાં લગ્ન કરી રહ્યા છે. આ કપલના લગ્નમાં હાજરી આપવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ઉદયપુર પહોંચ્યા છે. બોલીવૂડની ઘણી મોટી હસ્તીઓ પણ આ લગ્નમાં સામેલ થઈ શકે છે.