PM Modi On Bollywood Boycott Trend: બોલિવૂડ ફિલ્મો લાંબા સમયથી બૉયકોટના વલણનો સામનો કરી રહી છે. આ ટ્રેન્ડને કારણે ઘણી ફિલ્મોને નુકસાન થયું છે અને તે સારી સ્ટારકાસ્ટ અને કન્ટેન્ટ હોવા છતાં બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. હાલમાં આવનારી ફિલ્મ 'પઠાણ'ને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. બોલિવૂડ બોયકોટના વલણ પર ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ નેતાઓને સલાહ આપી છે.
PM મોદીએ ફિલ્મોને લઈને રાજનેતાઓને શું આપી સલાહ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના નેતાઓ અને કાર્યકરોને ફિલ્મો વિશે 'બિનજરૂરી' ટિપ્પણી કરવાથી દૂર રહેવા કહ્યું છે. મંગળવારે દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના છેલ્લા દિવસે સંબોધતા PMએ કહ્યું, “કેટલાક લોકો ફિલ્મ પર નિવેદનો આપે છે, પછી તે આખો દિવસ ટીવી અને મીડિયાની હેડલાઈન્સ બની જાય છે. આવા બિનજરૂરી નિવેદનો ટાળવા જોઈએ.
શાહરૂખની 'પઠાણ'નો અનેક નેતાઓએ કર્યો વિરોધ
વડાપ્રધાન મોદીનું આ નિવેદન તાજેતરમાં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'પઠાણ'ના વિરોધ વચ્ચે આવ્યું છે., રામ કદમ અને નરોત્તમ મિશ્રા જેવા ભાજપના ઘણા નેતાઓએ 'પઠાણ'ના ગીત "બેશરમ રંગ"માં દીપિકા પાદુકોણની ભગવા બિકીની માટે નિર્માતાઓની ટીકા કરી હતી. દીપિકાની ભગવા રંગની બિકીની સિવાય ગીત કેટલાક દ્રશ્યો માટે ચર્ચામાં હતું. જેને ઘણા રાજકારણીઓ દ્વારા 'વલ્ગર' તરીકે વર્ણવવામાં આવ્યું હતું.
સુનીલ શેટ્ટીએ સીએમ યોગીને આ અપીલ કરી હતી
આ પહેલા યુપીના સીએમ યોગી આદિત્યનાથે તાજેતરમાં મુંબઈમાં ફિલ્મ ફેટરનિટીને લઈને મીટિંગ કરી હતી. આ દરમિયાન અભિનેતા સુનીલ શેટ્ટીએ દેશમાં બોલિવૂડ બોયકોટના ટ્રેન્ડની સમસ્યા પર પ્રકાશ પાડતા સીએમ યોગીને અપીલ કરી હતી, "કૃપા કરીને #BoycottBollywood બંધ કરો. તમે તેને રોકી શકો છો. ટ્વિટર પરના ટ્રેન્ડ બંધ થઈ શકે છે. હું યુપીના લોકો વિશે બનેલી ધારણાઓથી દુખી છું. અમે ફક્ત ક્રાઇમ અથવા ડ્રગ્સ વિશે નથી પરંતુ અમે આ છીએ જેને દુનિયામાં ભારતને ગૌરવ અપાવ્યું છે. જો તમે આ વિશે વડા પ્રધાન સાથે વાત કરશો તો તે મદદરૂપ થશે." ફિલ્મોને લઈને પીએમ મોદીના નિવેદન બાદ બોલીવુડે રાહતનો શ્વાસ લીધો છે. બોલિવૂડ બિરાદરો આશા રાખે છે કે પીએમની સલાહને અનુસરીને બૉયકોટ બોલિવૂડના વલણ પર અંકુશ આવશે.