બોલિવૂડમાં આ દિવસોમાં એક પછી એક ફિલ્મો ફ્લોપ થઈ રહી છે. આનાથી મેકર્સ અને સ્ટાર્સ ઘણા નારાજ છે. તે પોતાની ફિલ્મોને હિટ બનાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો અને ઉપાયો કરી રહ્યો છે. આજે શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ પઠાણનું પ્રથમ સોંગ બેશરમ રંગ રિલીઝ થઈ ગયું છે. સોંગમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની સિઝલિંગ કેમિસ્ટ્રી જોવા મળી રહી છે.



પઠાણનું પહેલું ગીત રિલીઝ


પઠાણનું પહેલું ગીત 'બેશરમ રંગ' રિલીઝ થતાં જ ચાહકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.ગીત રિલીઝ પહેલા તેની ગ્લેમરસ ઝલક શેર કરવામાં આવી હતી. બીચ પર મોનોકિની પહેરેલી દીપિકા પાદુકોણનો સિઝલિંગ લુક સામે આવ્યો હતો. આ પછી શાહરૂખ ખાનનો સ્વેગ જોવા મળ્યો હતો.


દીપિકા-શાહરુખની જોરદાર કેમેસ્ટ્રી


બેશરમ રંગ ગીતમાં કિંગ ખાન અને દીપિકા પાદુકોણની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ પહેલા તમે આ બંને સ્ટાર્સને ચેન્નાઈ એક્સપ્રેસ અને ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં જોયા જ હશે. શાહરૂખ અને દીપિકાની જોડી સિલ્વર સ્ક્રીન પર હિટ રહી છે. પઠાણ ફિલ્મમાં દીપિકા-શાહરુખનો રોમાન્સ ફરી એકવાર મોટા પડદે હિટ થવા જઈ રહ્યો છે. આ ગીત શિલ્પા રાવ, કેરાલિસા મોન્ટેરો, વિશાલ અને શેખરે ગાયું છે. આ ફિલ્મનું સંગીત વિશાલ અને શેખરે આપ્યું છે. આ ગીતને વૈભવી મર્ચન્ટે કોરિયોગ્રાફ કર્યું છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન મોડી રાત્રે કેટલાક સાથીઓ સાથે મા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચ્યો હતો. શાહરૂખના આ અંદાજે ફેંસનું દિલ જીતી લીધું છે. કિંગખાની ફિલ્મ પઠાન જાન્યુઆરી મહિનામાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મ સફળ થાય તે માટે દરેક જગ્યાએ પ્રાર્થના કરી રહ્યો છે. કિંગ ખાન મોડી રાત્રે માતા વૈષ્ણોદેવી મંદિર પહોંચ્યો હતો. જ્યાં માથું ટેકવીને પ્રાર્થના કરી હતી.લોકો ઓળખી ન જાય તે માટે શાહરૂખે માસ્ક પહેર્યું હતું.


પઠાન ફિલ્મ દ્વારા શાહરૂખ ખાન લાંબા સમય બાદ વાપસી કરી રહ્યો છે. આ ફિલ્મને લઈ લોકોમાં પણ રસ છે. ફિલ્મમાં કિંગખાનની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મુખ્ય રોલમાં હશે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થશે. ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. ફિલ્મને લઈ અત્યાર સુધીમાં શાહરૂખના અનેક પોસ્ટર્સ સામે આવી ચુક્યા છે.