Shah Rukh Khan Pathaan Trailer Dialogues:  સુપરસ્ટાર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની ત્રિપુટી ફિલ્મ 'પઠાણ' દ્વારા ધમાલ કરવા આવી રહી છે. 'પઠાણ'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના આ ટ્રેલરમાં એક્શન હાઇલેવલ પર છે. આ સાથે 'પઠાણ'ના આ ટ્રેલરમાં એકથી એક ચડિયાતા ડાયલોગ વધુ સાંભળવા મળશે. જે દેશભક્તિનું ઉદાહરણ પણ રજૂ કરે છે. ઉપરાંત, આ ડાયલોગ્સ સાંભળ્યા પછી પઠાણ માટે તમારી એક્સાઇમેન્ટ ઘણી વધી જશે.


પઠાણના ઘરે પાર્ટી...


'પઠાણ'ના ટ્રેલરમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન તેની એન્ટ્રી દરમિયાન એક ડાયલોગ બોલતો જોવા મળે છે કે –પાર્ટી પઠાણના ઘરે રાખશો તો મહેમાનગતિ કરવા પઠાણ તો આવશે જ. સાથે ફડકડા પણ લાવશે.


ભારતે ક્યારેય આવા હુમલા વિશે વિચાર્યું પણ નહીં હોય


ફિલ્મ 'પઠાણ'માં આઉટફિટ એક્સ પ્રાઈવેટ આતંકવાદી સંગઠનના બોસ તરીકે દેખાડવામાં આવેલા જ્હોન અબ્રાહમ ફિલ્મના ટ્રેલરમાં પોતાના ખલનાયક રોલથી બધાને પ્રભાવિત કરી રહ્યા છે. શરૂઆતમાં જ્હોન એવું કહેતા સાંભળવા મળે છે કે - 'એવો હુમલો જે ભારતે ક્યારેય વિચાર્યું પણ નહી હોય’.


'પઠાણ'ના વનવાસનો સમય પૂરો થયો...


શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નું ટ્રેલર બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાના દમદાર ડાયલોગથી શરૂ થાય છે. જેમાં ડિમ્પલ કહેતી જોવા મળે છે કે 'પઠાણના વનવાસનો સમય હવે પૂરો થઈ ગયો છે'.



હું પણ એક સૈનિક છું...


'પઠાણ'ની મુખ્ય અભિનેત્રી દીપિકા પાદુકોણ ફિલ્મમાં એક્શન અવતારમાં ધૂમ મચાવતી જોવા મળે છે. બીજી તરફ, પઠાણના આ ટ્રેલરમાં દીપિકા કહેતી જોવા મળે છે કે 'પઠાણ કદાચ તમે ભૂલી રહ્યા છો કે હું પણ તમારા જેવી જ એક સૈનિક છું અને આપણે આ મિશન પર સાથે મળીને કામ કરવું જોઈએ.'


દેશે તેના માટે શું કર્યું?


'પઠાણ'ના ટ્રેલરના અંતે, શાહરૂખ ખાન જોન અબ્રાહમને કહેતો જોવા મળે છે કે 'કોઈ સૈનિક ક્યારેય એ નથી પૂછતો કે દેશે તેના માટે શું કર્યું છે, બલ્કે તે પૂછે છે કે તે દેશ માટે શું કરી શકે છે' જય હિંદ.' પઠાણનો આ ડાયલોગ ચોક્કસપણે થિયેટરોમાં સીટીઓ વાગશે.