Thank God Film: 25 ઓક્ટોબરે રિલીઝ થઈ રહેલી બોલિવૂડ એક્ટર અજય દેવગણની ફિલ્મ 'થેંક ગૉડ' વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મમાં ભગવાન ચિત્રગુપ્તને ખોટી રીતે બતાવવામાં આવ્યા છે. 'શ્રી ચિત્રગુપ્ત વેલફેર ટ્રસ્ટ' નામની સંસ્થાએ કહ્યું હતું કે આનાથી વિશ્વભરના કરોડો કાયસ્થ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચશે જેઓ ભગવાન ચિત્રગુપ્તની પૂજા કરે છે. ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ ન મળવું જોઈએ.


અરજીકર્તાએ Central Board of Film Certification સિવાય નિર્દેશક ઈન્દ્ર કુમાર, નિર્માતા ભૂષણ કુમાર અને અભિનેતા અજયને પણ પક્ષકાર બનાવ્યા છે. અજયે ફિલ્મમાં ચિત્રગુપ્તની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલપ્રીત સિંહ પણ મહત્વના રોલમાં છે.


ટ્રેલરને ઇન્ટરનેટ પરથી હટાવવાની અપીલ


અરજીમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મના ટ્રેલરથી સ્પષ્ટ છે કે ચિત્રગુપ્તજીને અપમાનજનક રીતે બતાવવામાં આવ્યા છે અને તેમની મજાક ઉડાવવામાં આવી છે. ટ્રેલર જોયા બાદ સંસ્થાએ નિર્માતાને પત્ર લખ્યો હતો. ટ્રેલરને ઇન્ટરનેટ પરથી હટાવવાની વિનંતી કરી હતી. તેમજ ફિલ્મ રીલીઝ ન કરવાની માંગ કરી હતી. જોકે, હજુ સુધી તેમને કોઈ જવાબ મળ્યો નથી.


કેસ નોંધાઈ ચૂક્યો છે


અગાઉ, અજય, સિદ્ધાર્થ અને રકુલ પ્રીત સિંહ અભિનીત થૅન્ક ગૉડ વિરુદ્ધ જૌનપુર કોર્ટમાં અભિનેતા અને દિગ્દર્શક વિરુદ્ધ "ધર્મની મજાક ઉડાવવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા" માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે પણ આ અંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને પત્ર લખ્યો છે. તેમણે અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ 'થેંક ગૉડ' પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.


આ પણ વાંચોઃ


Shikhar Dhawan: ક્રિકેટ બાદ ધવનની હવે ફિલ્મોમાં એન્ટ્રી, પહેલી જ ફિલ્મમાં આ હૉટ એક્ટ્રેસ સાથે કરશે રોમાન્સ, જુઓ ફર્સ્ટ લૂક..........


Pics: ટીવીની યુવા એક્ટ્રેસનો હૉટનેસમાં છે દબદબો, થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં કરાવ્યુ ફોટોશૂટ, જુઓ


TMKOC: 'દયાબેન' એટલે કે દિશા વાકાણીને થયું કેન્સર? જેઠાલાલે જણાવ્યું સત્ય


Shiny: 'પંડ્યા સ્ટૉર' ગુજરાતી એક્ટ્રેસનો બિકીનીમાં જલવો, દરિયા કિનારે થઇ આવી બૉલ્ડ, જુઓ....