મુંબઇઃ જાણીતા ભજન ગાયકમાંથી એક્ટર બનેલા અનૂપ જલોટાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જસલીન મથારુની સાથેની એક તસવીર શેર કરી છે, આ તસવીરમાં બન્ને ગ્લેમરસ આઉટફીટ પહેરેલા દેખાઇ રહ્યાં છે. આ તસવીર ખુબ વાયરલ થઇ રહી છે.


બન્નેની આ તસવીર અપકમિંગ ફિલ્મ વો મેરી સ્ટુડન્ટ હૈની છે, બન્ને શૂટિંગ બાદ પૉઝ આપી રહ્યાં હતા તે દરમિયાનની આ તસવીર છે. પહેલી તસવીરમાં જસલીન અને અનૂપ જલોટાએ ચટાકેદાર કપડાં પહેર્યા છે, અને પીસ સાઇન બતાવી રહ્યાં છે. અનૂપ જલોટાના ગળામાં એક મોટી ચેઇન છે, અને હાથોમાં મોટી મોટી વિંટીઓ પહેરેલી દેખાઇ રહી છે.



બીજી તસવીરમાં અનૂપ જલોટાએ શૉર્ટ્સ અને પીળા રંગના સ્નીકર પહેરેલા છે. તે એક મોટી સિંહાસન ખુરશીમાં બેસ્યા છે, અને આજુબાજુમાં ડાન્સર્સ છે. અનૂપ જલોટાએ આ તસવીર શેર કરતાં લખ્યું- મારી અપકમિંગ ફિલ્મ વો મેરી સ્ટુડન્ટ હૈના રેપ સોન્ગની સાથે શૂટિંગ પુરુ કર્યુ. હવે તમે ડાન્સ કરવા માટે તૈયાર થઇ જાઓ. બહુજ જલ્દી રિલીઝ થશે. આની સાથે તેમને હેશટેગની સાથે અનૂપ જલોટા, જસલીન મથારુ, રેપ મ્યૂઝિક અને યો યો લખ્યું છે.



જસલીન મથારુએ પણ શેર કરી તસવીર
આ ઉપરાંત જસલીન મથારુએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આવી એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે અનૂપ જલોટાની સાથે સ્ટાઇલિશ પૉઝ આપતી દેખાઇ રહી છે. જસલીને આ તસવીરને શેર કરતા લખ્યુ-- આઇલાઇનર વાલી આંખા મે તેરી ઉત્તે રખાં, વો મેરી સ્ટુડન્ટ હૈ. અનૂપ જલોટાએ રેપ સૉન્ગની સાથે શૂટિંગ પુરુ કર્યુ. જસલીનની આ પૉસ્ટ પર ખુબ કૉમેન્ટ આવી રહી છે.