Salman Khan Death Threat: સલમાન ખાનને ઘણા દિવસોથી ધમકીઓ મળી રહી છે. જોકે હાલમાં જ એક સગીર પકડાયો હતો. જો કે પોલીસને ધમકીભર્યો મેલ મોકલનાર વ્યક્તિ લાંબા સમયથી શોધમાં છે. હવે પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, આ શંકાસ્પદ આરોપી હરિયાણાનો રહેવાસી છે અને યુકેમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યો છે.






માર્ચમાં ધમકી આપી હતી


મળતી માહિતી મુજબ આ આરોપીએ માર્ચ મહિનામાં સલમાનના નજીકના મિત્રને ગોલ્ડી બ્રારના નામે ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો, જેમાં સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલ બાદ સલમાનના મિત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી પોલીસ આ વ્યક્તિને શોધી રહી છે. જો કે હજુ સુધી પોલીસ આ વ્યક્તિની માહિતી મેળવી શકી નથી. જેના કારણે પોલીસે આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ જારી કરી છે.






મેલમાં કેવી આપી હતી ધમકી?


સલમાન ખાનને મોકલવામાં આવેલા કથિત મેલમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મેલમાં લખવામાં આવ્યું હતું કે, 'ગોલ્ડી ભાઈ (ગોલ્ડી બ્રાર)ને તમારા બોસ સલમાન ખાન સાથે વાત કરવી છે. તમે લોરેન્સ બિશ્નોઈનો ઈન્ટરવ્યુ જોયો જ હશે. જો ના જોયો હોય તો જોવાનું કહેજો. જો તમારે મામલો બંધ કરવો હોય તો કરાવી દો. રૂબરૂ વાત કરવી હોય તો કહો. સમયસર જાણ કરવામાં આવી છે આગામી સમયમાં માત્ર ઝટકો જ જોવા મળશે.


સલમાન ખાનના મિત્રને કરવામાં આવ્યો હતો મેલ


જણાવી દઈએ કે આ મેલ સલમાનના મિત્રને 18 માર્ચ 2023ના રોજ બપોરે 1.46 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. ત્યારપછી સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ પછી અભિનેતાએ નવી બુલેટપ્રૂફ કાર પણ ખરીદી છે. આ સિવાય તેની પાસે Y+ સુરક્ષા પણ છે.