Priyanka Chopra Dubai Vacation:  પ્રિયંકા ચોપરા ફેન્સ સાથે જોડાયેલી રહેવા અવારનવાર પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અને આ ફોટાથી તે ચાહકોને પોતાની સાથે કનેક્ટ રાખે છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે જોઈને સૌ કોઈને ઈર્ષા આવે. અને સૌ કોઈ એવી લાઈફ જીવવાના માંગે. આ તસવીરો દુબઈ વેકેશનની છે તે એક અઠવાડિયુ દુબઈ ગઈ હતી. ત્યાંનાં પ્રિયંકા ચોપરાએ ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં પીસી લક્ઝરી લાઇફ એન્જોય કરતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા ઈન્ફિનિટી પૂલની બાજુમાં આરામ કરી રહી છે. યોટ પર વાઇનનો આનંદ માણતી જોવા મળી રહી છે. સાથે જ વોટર બાઇકની સવારી કરતી જોઈ શકાય છે. અભિનેત્રીની આ તસવીરો પર ગણતરીની મિનિટોમાં જ લાખો લાઈક્સ આવી ગઈ છે.






આ ફોટા અને વીડિયો શેર કરતાં પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું – વીકેન્ડ વાઈબ્સ. જણાવી દઈએ કે અભિનેત્રી લગ્ન પછી યુએસમાં રહે છે અને હવે તેનું મોટાભાગનું ધ્યાન હોલીવુડની ફિલ્મો અને ટીવી શો પર રહે છે. આ દરમિયાન તે કેટલીક હિન્દી ફિલ્મો પણ કરતી રહે છે. પ્રિયંકા ઈન્સ્ટાગ્રામ પર પોતાની અંગત અને પ્રોફેશનલ લાઈફની તસવીરો પોસ્ટ કરતી રહે છે.


દુબઈમાં પ્રિયંકાનું લક્ઝરી વેકેશન


પ્રિયંકા ચોપરાની લક્ઝરી લાઈફને લઈને ઈન્સ્ટાગ્રામ પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. આ લેટેસ્ટ તસવીરો અને વીડિયોને થોડી જ મિનિટોમાં 5 લાખથી વધુ લાઈક્સ મળી છે. પ્રિયંકા ચોપરાએ એક અઠવાડિયુ  દુબઈમાં વિતાવ્યું હતું. જેની ઝલક તેણે શેર કરી હતી. જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા હાલમાં જ દુબઈમાં રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે હાજર રહી હતી.


પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મો


વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો પ્રિયંકા ચોપરા છેલ્લી વખત ધ મેટ્રિક્સ રિસર્ક્શન્સમાં કામ કરતી જોવા મળી હતી. ફિલ્મમાં તેમનું કામ પ્રશંસનીય હતું. આગામી ફિલ્મોની વાત કરીએ તો પીસી ટૂંક સમયમાં લવ અગેઇન ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા મીરા રેનું પાત્ર ભજવતી જોવા મળશે.