Madhavan Appointed As New FTII President: સાઉથના સુપરસ્ટાર આર માધવનને તાજેતરમાં ફિલ્મ રોકેટ્રી માટે નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હવે અભિનેતા FTIIના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.






માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) એ શુક્રવારે અભિનેતા આર માધવનને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) ના પ્રમુખ અને ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. એફટીઆઈઆઈના રજિસ્ટ્રાર સૈયદ રબીહાશમીએ કહ્યું,  શ્રી આર માધવનને એફટીઆઈઆઈ સોસાયટીના અધ્યક્ષ અને ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. મંત્રાલયે અમને ઔપચારિક રીતે આ નિર્ણય વિશે જાણ કરી છે.


કેંદ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વિટ કરી આપી જાણકારી


પોતાના ટ્વીટમાં કેંદ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લખ્યું, 'આર માધવનને FTII અને ગવર્નિંગ કાઉન્સિલના પ્રમુખ તરીકે નામાંકિત થવા પર હાર્દિક અભિનંદન. મને ખાતરી છે કે તમારો બહોળો અનુભવ અને મજબૂત નૈતિક્તા આ સંસ્થાને સમૃદ્ધ કરશે. સકારાત્મક બદલાવ લાવશે અને તેને ઉચ્ચ સ્તરે લઈ જશે. મારી શુભકામનાઓ તમારી સાથે છે.'


તાજેતરમાં આર માધવન પણ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે ફ્રાન્સની રાજધાની પેરિસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત ડિનરમાં હાજરી આપી હતી. 14 જુલાઈ, 2023 ના રોજ બેસ્ટિલ ડેની ઉજવણીના ભાગરૂપે લુવર મ્યુઝિયમ ખાતે રાત્રિભોજન યોજાયું હતું. તે સમયે અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર રાત્રિભોજનની ઘણી તસવીરો શેર કરી હતી અને બંને નેતાઓની પ્રશંસા કરતી એક લાંબી નોંધ પણ લખી હતી. આ બધું ત્યારે થયું જ્યારે પીએમ મોદીને ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસે મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.


હાલમાં જ આર માધવનની ફિલ્મ 'રોકેટ્રી: ધ નામ્બી ઈફેક્ટ'ને બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. આ એરોસ્પેસ એન્જિનિયર નામ્બી નારાયણનના જીવન પર આધારિત ફિલ્મ છે જે 2022માં રિલીઝ થઈ હતી. તેમણે કહ્યું હતું કે આ ફિલ્મ બનાવવી તે તેના જીવનનો સૌથી મોટો પડકાર હતો. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial