Rabindra Jayanti 2023: આ ફિલ્મો રવીન્દ્રનાથ ટાગોરની વાર્તાઓ પર આધારિત છે, OTT પર પરિવાર સાથે કરો એન્જોયનોબેલ પારિતોષિક એનાયત થનાર પ્રથમ ભારતીય રવીન્દ્ર નાથ ટાગોરની આજે 7 મેના રોજ જન્મજયંતિ છે.  ભારતના રાષ્ટ્રગીત 'જન ગણ મન'ના લેખક રવિન્દ્રનાથ ટાગોરે કવિતા, સાહિત્ય, નાટક અને સંગીત સહિત અન્ય ઘણા ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા દર્શાવી હતી. રવીન્દ્રનાથ ટાગોરની કૃતિઓ પર હિન્દી સિનેમામાં ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલો બનાવવામાં આવી છે, જેને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. અહીં અમે તમને એવી ફિલ્મોના નામ જણાવવા જઈ રહ્યા છીએ જે રવીન્દ્રનાથ ટાગોરની કૃતિઓ પર બની છે અને OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.


ફિલ્મ- દો બીઘા જમીન


વર્ષ 1953માં રિલીઝ થયેલી બિમલ રોયની ફિલ્મ 'દો બીઘા જમીન' આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં બલરાજ સાહની અને નિરુપમા રોયે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મની વાર્તા રવીન્દ્રનાથ ટાગોરની બંગાળી રચના 'દુઇ બીઘા જોમી' પર આધારિત હતી. તમે OTT પ્લેટફોર્મ Zee5 અને MXPlayer પર આ એવરગ્રીન ફિલ્મ જોઈ શકો છો.


ફિલ્મ- ચોખેર બાલી


ઋતુપર્ણો ઘોષે રવીન્દ્રનાથ ટાગોરની ટૂંકી વાર્તા પર વર્ષ 2003માં 'ચોખેર બાલી' બનાવી હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચને મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને અનેક મોટા પુરસ્કારો મળ્યા હતા. તમે Amazon Prime Videos પર 'ચોખેર બાલી' જોઈ શકો છો.


ફિલ્મ - બાયોસ્કોપવાલા


હિન્દી ડ્રામા ફિલ્મ 'બાયોસ્કોપવાલા' વર્ષ 2017માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની વાર્તા રવીન્દ્રનાથ ટાગોરની કાબુલીવાલા નામની ટૂંકી વાર્તા પર આધારિત હતી. આ ફિલ્મમાં ડેની ડેન્ઝોંગપા અને ગીતાંજલિ થાપા મુખ્ય ભૂમિકામાં હતા. તમે ડિઝની + હોટસ્ટાર પર ફિલ્મ જોઈ શકો છો.


ફિલ્મ- કાબુલીવાલા


બિમલ રોયે 1961માં રવીન્દ્રનાથ ટાગોરની વિશ્વ પ્રસિદ્ધ વાર્તા કાબુલીવાલા પર ફિલ્મ 'કાબુલીવાલા' બનાવી હતી. આ ફિલ્મમાં બલરાજ સાહનીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું ગીત 'આયે મેરે પ્યારે વતન આયે મેરે બિછદે વતન' લોકોને આજે પણ પસંદ છે. આ ફિલ્મ તમે YouTube પર ફ્રીમાં જોઈ શકો છો.