ચેન્નઈ: દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંતના સમર્થકોએ રાજકારણમાં આવવાની માંગને લઈ રવિવારે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કર્યું હતું. ધરણા આપી રહેલા પ્રશંસકોએ વા થલાઈવા વા (આવો લીડર આવો) અને ઈપ્પો ઈલ્લિઈના, એપ્પોવમ ઈલ્લઈ(જો અત્યારે નહી તો ક્યારેય નહી) જેવા બેનરો હાથમાં લઈ રાજ્યના રાજકારણમાં ઉતરવાનો આગ્રહ કર્યો, જેના વિશે અભિનેતાએ પહેલા જ જણાવી દિધુ છે.

રજનીકાંતના ફેન ક્લબ રજની મક્કલ મંદ્રમ દ્વારા આવું ન કરવાનું કહ્યા બાદ પણ સમર્થકોએ અહીં પ્રદર્શ કર્યું હતું.

29 ડિસેમ્બર 2020ના રજનીકાંતે કોરોના મહામારીનું કારણ આપતા તમિલાનાડુના રાજકારણમાં ન આવવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે તેનાથી તેના સ્વાસ્થ્યને નુકસાન પહોંચવાની આશંકા છે.

આ પહેલા અભિનેતાએ કહ્યું હતું તેઓ એક નવી રાજકીય પાર્ટીની સ્થાપના કરી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી લડશે. બાદમાં પોતાના સ્વાસ્થ્યના કારણે પોતાનો આ નિર્ણય બદલવો પડ્યો છે.