મુંબઇઃ ડ્રગ્સ કેસમાં આજે એનસીબીની ટીમે અભિનેત્રી રકુલ પ્રીતિ સિંહ સાથે પુછપરછ કરી, તેની સાથે લગભગ 4 કલાક સુધી પુછપરછ ચાલી હતી. સુત્રો અનુસાર આ દરમિયાન એક્ટ્રેસ રકુલ પ્રીતે કબુલ કર્યુ કે તેને વર્ષ 2018માં ડ્રગ્સને લઇને રિયા ચક્રવર્તી સાથે વૉટ્સએપ ચેટ કરી હતી. પરંતુ તેને ડ્રગ્સનુ સેવન કરવાની ના પાડી દીધી હતી.
રકુલ (29) સવારે લગભગ સાડા દસ વાગે કોલાબા સ્થિત એનસીબી ગેસ્ટ હાઉસ પહોંચી હતી, એનસીબી અહીંથી જ પોતાનુ કામ કરી રહી છે. એનસીબીએ બૉલીવુડ-માદક પદાર્થોના કથિત ગઠજોડની તપાસના સિલસિલામાં રકુલને બોલાવી હતી.
અધિકારીએ કહ્યું કે રાજપૂતની ગર્લફ્રેન્ડ અભિનેત્રી રિયા ચક્રવર્તી સાથે પુછપરછ દરમિયાન રકુલનુ નામ સામે આવ્યુ હતુ. એનસીબી પહેલા જ રિયા અને એક ડઝનથી વધુ લોકોને ડ્રગ્સ મામલે ધરપકડ કરી ચૂકી છે. રિયા હાલ ન્યાયિક કસ્ટડીમાં છે.
આ પહેલા રકુલે ગુરુવારે નિવેદન નોંધાવવામાં કહેવામાં આવ્યુ હતુ, પરંતુ તેની ટીમે દાવો કર્યો હતો કે તેને એનસીબી તરફથી સમન્સ નથી મળ્યુ. ગુરુવારે એનસીબીના અધિકારી રકુલની પાસે ગયા ત્યારબાદ તેને તેમને બતાવ્યુ કે તેને સમન્સ મળ્યુ છે. રકુલ ઉપરાંત એનસીબીની રડારમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશ છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
ડ્રગ્સ કેસમાં ચાર કલાક ચાલેલી પુછપરછ દરમિયાન રકુલ પ્રીતે એનસીબી સમક્ષ કઇ વાત કબુલી, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Sep 2020 04:33 PM (IST)
રકુલ (29) સવારે લગભગ સાડા દસ વાગે કોલાબા સ્થિત એનસીબી ગેસ્ટ હાઉસ પહોંચી હતી, એનસીબી અહીંથી જ પોતાનુ કામ કરી રહી છે. એનસીબીએ બૉલીવુડ-માદક પદાર્થોના કથિત ગઠજોડની તપાસના સિલસિલામાં રકુલને બોલાવી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -