ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર, પોતાની મા નીતૂ સિંહ અને ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટની સાથે પરમદિવસે મુંબઇથી જયપુર માટે રવાના થયા હતા. હાલ આ તમામ લોકો પોતાના નજીકના દોસ્તો સાથે રણથમ્બોરની અમન હૉટલમાં રોકાયેલા છે, જ્યાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ રોકાયેલા છે. જોકે, આલિયા અને રણબીરના કેટલાય નજીકના સગાઓ ભેગા થઇ જવાના કારણે આ વાતને કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે રણબીર અને આલિયાની સગાઇ થવા જઇ રહી છે.
આ ખબરની પુષ્ટિ કરવા માટે એબીપી ન્યૂઝે રણબીર કપૂરના કાક અને અભિનેતા રણધીર કપૂરને ફોન કર્યો, તો તેમને આ ખબરની પ્રામાણિકતાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને આ ખબરને પુરેપુરી ખોટી ગણાવી.
રણધીર કપૂરે એબીપી ન્યૂઝને કહ્યું- ના, એવુ કંઇજ નથી, આ ખબરમાં કોઇ દમ નથી. જો રણબીર અને આલિયાની સગાઇ થવાની હોય તો પરિવારના બાકીના લોકો પણ ત્યાં હોય ને. રણબીર, આલિયા, નીતૂ ત્યાં વેકેશન મનાવવા અને નવા વર્ષનો જશ્મ મનાવવા ગયા છે, આ સિવાય બીજી કોઇ વાત નથી.
કપૂર પરિવારના એક અન્ય સભ્યએ પણ રણબીર અને આલિયાની સગાઇની ખબરને ખોટી ગણાવી, અને કહ્યું કે, તે તમામ ત્યા વેકેશન એન્જૉય કરવા ગયા છે. સુત્રોએ કહ્યું - સગાઇની ખબર ગપ્પા સિવાય બીજુ કાંઇ નથી.
તાજેતરમાં જ બન્ને પરિવારજનોએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટૉરી શેર કરી છે. સ્ટૉરીમાં પૉસ્ટ કરતા લખ્યું- અમે બધા રાજસ્થાન પહોંચી ગયા છીએ. સાથે ન્યૂ ઇયરને સેલિબ્રેટ કરતી તસવીરો પણ શેર કરી. રણબીર કપૂર અને તેની બહેન રિદ્વિમા કપૂર સાહની સાથે જ આલિયા ભટ્ટની મા સોની રાજદાને ઇન્સ્ટાગ્રામ પર સ્ટૉરી શેર કરી હતી.