Durga Puja 2023: આ સમયે સર્વત્ર નવરાત્રીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ખાસ અવસર પર વિવિધ સ્થળોએ દુર્ગા પૂજા પંડાલ બનાવવામાં આવે છે, જેમાં બોલિવૂડ સ્ટાર્સ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આ વર્ષે પણ આવો જ નજારો જોવા મળી રહ્યો છે. રાની મુખર્જી, કાજોલથી લઈને હેમા માલિની સુધી દુર્ગા પૂજામાં ભાગ લેવા પહોંચ્યા છે. આને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. તો ચાલો એક નજર કરીએ આ બોલિવૂડ અભિનેત્રીઓ પર જેઓ મા દુર્ગાને નમન કરવા આવ્યા છે.


આ સ્ટાર્સ મા દુર્ગાના આશીર્વાદ લેવા પંડાલમાં પહોંચ્યા હતા


હેમા માલિની અને તેમની પુત્રી એશા દેઓલ પણ મા દુર્ગા પૂજાના પંડાલમાં જોવા મળી હતી. આ દરમિયાન હેમા માલિની જાંબલી રંગની સાડીમાં જોવા મળી હતી, જ્યારે ઈશા હળવા ક્રીમ રંગની સાડીમાં જોવા મળી હતી. મા-દીકરી બંને ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતાં.











રાની મુખર્જી પણ ગોલ્ડન કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.






કિયારા અડવાણી લેમન કલરના સલવાર સૂટમાં માં દુર્ગાના પંડાલમાં પહોંચી હતી. તેણે દુર્ગા માતાની મૂર્તિ પાસે પોઝ પણ આપ્યો હતો.






આ દરમિયાન અભિનેત્રી શરવરી વાઘ અને રાની મુખર્જી વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળ્યું હતું.






કાજોલ પિંક કલરની સાડીમાં જોવા મળી હતી.