ઇન્દોરમાં બ્રાઇડલ શૉના એવોર્ડ સમારોહમાં હાજરી આપવા પહોંચેલી એક્ટ્રેસ રવિના ટંડનને ફેન્સ ઘેરી લીધી હતી, રવિના ટંડન નાટ્યગૃહના મુખ્ય ગેટ પર પહોંચી ત્યારે ફેન્સે તેની સાથે સેલ્ફી લેવાનો આગ્રહ કર્યો અને ચારેય બાજુથી ઘેરી લીધી હતી. આ દરમિયાન સેલ્ફી લેવાના ચક્કરમાં રવિના ટંડનને કેમેરો માથામાં વાગી ગયો હતો.
કેમેરો વાગતો જ એક્ટ્રેસને માથામાં ઇજા થઇ, જ્યારે એવોર્ડ સમારંભ ચાલી રહ્યો હતો ત્યારે અમૂક લોકોને એવોર્ડ આપ્યા વિનાજ ચાલુ ઇવેન્ટમાં જ સ્ટેજ છોડીને બહાર નીકળી ગઇ હતી.
આ મેગા બ્રાઇડલ શૉના કાર્યક્રમમાં રવિનાની સાથે સાથે આસામ, મેઘાલય અને દેશભરના કેટલાય શહેરોમાંથી આવેલા બ્યૂટી એક્સપર્ટને આમંત્રિત કરવામાં આવ્યા હતા.