Raveena Tandon: રવિના ટંડનની ઉદારતા કોઈનાથી છુપી નથી. રવીના એક સુંદર અભિનેત્રી હોવા ઉપરાંત એક મહાન વ્યક્તિ પણ છે. અભિનેત્રીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ આ હકીકતના પુરાવા પણ આપે છે. રવિના ટંડને કાનપુરના પ્રાણી સંગ્રહાલયમાં મૂંગા પ્રાણીઓ માટે હીટર અને દવાઓ મોકલી છે. જે બાદ વાઈલ્ડલેન્સ ઈકો ફાઉન્ડેશનની આખી ટીમે તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા અભિનેત્રીનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો. કાનપુર પ્રાણી સંગ્રહાલયના ડૉક્ટરે જણાવ્યું કે આખી ટીમે 6 મહિનાના વાઘના બચ્ચાનું નામ રવિનાના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે.


મૂંગા પ્રાણીઓની વ્હારે આવી રવીના ટંડન


આ પહેલીવાર નથી જ્યારે રવીનાએ પ્રાણીઓની મદદ કરી હોય. કોરોના મહામારીના કારણે લોકડાઉન દરમિયાન પણ અભિનેત્રી તેની મદદ માટે આગળ આવી હતી. રવીનાના આ ઉમદા દાન પછી વાઇલ્ડલેન્સ ઇકો ફાઉન્ડેશને તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા તેણે લખ્યું, ‘રવિના ટંડનનો આભાર’. તમે આ શિયાળામાં મૂંગા પ્રાણીઓની મદદ માટે આગળ આવ્યા છો. તમે હીટર અને દવાઓની જરૂરિયાતને સમજ્યા તે બદલ પ્રાણી સંગ્રહાલયની આખી ટીમ આભાર મને છે અને 6 મહિનાના વાઘના બચ્ચાનું નામ તમારા નામ પરથી અમે રાખ્યું છે.


 






રવિનાનું ટ્વીટ


દરેક લોકો રવિના ટંડનના દયાળુ અને પ્રાણીઓ પ્રત્યેના પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રીએ વાઇલ્ડલેન્સ ઇકો ફાઉન્ડેશનની ટ્વીટને પણ રીટ્વીટ કરી ટીમ દ્વારા કરવામાં આવેલા સારા કામની પ્રશંસા કરી અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. અભિનેત્રીએ તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, 'કાનપુર ઝૂ દ્વારા કરી પહેલ ખૂબ જ શાનદાર છે.


ચાહકોની પ્રતિક્રિયા


રવિના ટંડનનું આ ટ્વિટ હવે સોશિયલ મીડિયા પર વારંવાર જોવા મળી રહ્યું છે. અભિનેત્રીની ઉદારતા જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે લખ્યું, 'આ જ અસલી હિરોઈન છે.' જ્યારે બીજાએ લખ્યું, 'રવીનાનું દિલ ખરેખર મોટું છે.'