Rhea Chakraborty Dating: સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના અઢી વર્ષ બાદ રિયા ચક્રવર્તીના જીવનમાં પ્રેમ ફરી આવ્યો છે. એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. જૂન 2020માં SSRના મૃત્યુ પછી પબ્લિક ટ્રાયલનો સામનો કરનાર અભિનેત્રી સીમા સજદેહના ભાઈ બંટી સજદેહને ડેટ કરી રહી છે. બંટી રમતગમત અને મનોરંજનના ક્ષેત્રમાં સૌથી મોટી મેનેજમેન્ટ ફર્મ્સમાંની એકનો માલિક છે. બંટી અગાઉ સોનાક્ષી સિંહાને ડેટ કરી રહ્યો હોવાની અફવા હતી.






બંટી અને રિયા સંબંધોને ખાનગી રાખવા માંગે છે


એક સૂત્રએ જણાવ્યું કે બંટી અને રિયા સાથે છે પરંતુ તેઓ તેમના સંબંધોને ખાનગી રાખવા માંગે છે. સ્ત્રોતે દાવો કર્યો હતો કે, તેઓ એકબીજા સાથે ખૂબ જ ખુશ છે. અને સમયનો આનંદ માણી રહ્યા છે. સુશાંતના મોત બાદ રીયા જે હાલતમાંથી પસાર થઈ હતી ત્યારે બંટીએ તેને સપોર્ટ કર્યો હતો. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રિયા બંટીની ક્લાસ મેટ હતી અને જ્યારે સુશાંતનું મોત થયું ત્યારે બંટીને પણ પૂછપરછ માટે બોલવામાં આવ્યો હતો. બંટી સજદેહ કોર્નરસ્ટોન સ્પોર્ટના MD અને CEO છે. એજન્સી વિરાટ કોહલી, રોહિત શર્મા અને શિખર ધવન સહિત રમતગમતની દુનિયાના કેટલાક મોટા નામોને સંભાળે છે. તે ધર્મ કોર્નરસ્ટોન એજન્સીનો પણ એક ભાગ છે.


રિયા લો પ્રોફાઇલ રહે છે


જેલમાંથી છૂટ્યા પછી રિયાએ કેટલીક જાહેર ઈવેન્ટ્સ કરી છે, પરંતુ તે હવે લો પ્રોફાઇલ જાળવી રહી છે. તે અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી સ્ટારર ફિલ્મ 'ચેહરે'માં પણ જોવા મળી હતી, પરંતુ તે પછી તેણે કોઈ ફિલ્મ સાઈન કરી ન હતી.


ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો