નવી દિલ્હીઃ સુશાંત મોત મામલે જોડાયેલા ડ્રગ્સ કેસમાં મંગળવારે એનસીબીએ રિયાની ધરપકડ કરી, ધરપકડ બાદ એક્ટ્રેસને એનસીબીએ જેલ ભેગી કરી દીધી છે. ડ્રગ્સ કેસના આરોપી તરીકે જાહેર થયેલી રિયાને મુંબઇની ભાયખલા મહિલા જેલમાં મોકલી દીધી હતી. અહીં રિયાની પહેલી રાત અને તેની ક્રિયાને લઇને રિપોર્ટ સામે આવ્યો છે.
રિયાને જે ભાયખલા જેલમાં બંધ રાખવામા આવી છે, ત્યાં તેને પહેલી રાત જમીન પર સુઇને વિતાવી હતી. જેલમાં રિયાને એક અલગ બેરેક આપવામાં આવી હતી, તેને ક્વૉરન્ટાઇન બેરેક પણ કહેવામાં આવે છે. પહેલા દિવસે જેલમાં રિયાને ભોજનમાં પાંચ વાગે દાળ-ભાત, બે રોટલી તથા કોળાંનું શાક આપવામાં આવ્યું હતું. રિયાએ આખી રાત નીચે જમીન પર સુઇને વિતાવી હતી. જોકે, આખી રાત રિયાને ઉંઘ આવી શકી ન હતી.
બેરેકની વાત કરીએ તો સુત્રો અનુસાર, હાલ રિયાને ભાયખલા જેલેમાં ક્વૉરન્ટાઇન બેરેક આપવામાં આવી છે, આ બેરેક 10 બાય 15ની છે, જો રિયાને જામીન નહીં મળે તો તેને કાયમી બેરેક આપવામાં આવશે. રિયાની બેરેકમાં એક ફેન છે, સાથે પીવા માટે પાણીનુ માટલુ અને એક મગ છે. બેરેકમાં રિયાની પથારી પણ અલગ છે. બેરેકમાં રિયાને એક ચોરસો, ઓશિકુ તથા સફેદ ચાદર સાથે ડેન્ટલ કિટ અને બીજો જરૂરી સામાન આપવામાં આવ્યો છે. માંગણી કરતા પુસ્તકો પણ આપવામાં આવે છે. રિયા માટે રાહતની એ વાત છે કે તે ઘરે લાવેલા કપડાં પહેરી શકે છે. અત્યારે તેણે જેલના કપડાં પહેર્યા નથી.
રીયા ચક્રવર્તીએ જેલમાં પહેલી રાત ક્યાં સૂઈને વિતાવી, જાણો શું ખાધું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Sep 2020 04:07 PM (IST)
રિયાને જે ભાયખલા જેલમાં બંધ રાખવામા આવી છે, ત્યાં તેને પહેલી રાત જમીન પર સુઇને વિતાવી હતી. જેલમાં રિયાને એક અલગ બેરેક આપવામાં આવી હતી, તેને ક્વૉરન્ટાઇન બેરેક પણ કહેવામાં આવે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -