Anupam Kher Reaction On Richa Chadha Controversy: બોલિવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ ભારત-ચીન સરહદે આવેલી ગલવાન વેલીને લઈને કરેલુ ટ્વિટ હવે તેને જ ભારે પડી રહ્યું છે. આ ટ્વિટને સેનાના અપમાન સાથે જોડવામાં આવ્યા બાદ અનેક લોકોએ રિચાની બરાબરની ઝાટકણી કાઢી હતી અને હવે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે પણ રિચાની આકરી નિંદા કરી હતી. ખેલાડી તરીકે ઓળખાતા અભિનેતા અક્ષય કુમારે પણ રિચાના આ નિવેદન બદલ નારાજગી વ્યક્ત કરી હતી.  


બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ ગાલવાન વેલીને લઈને કરેલી ટ્વિટ પર સોશિયલ મીડિયા યુઝર્સે તેની આકરી ટીકા કરી હતી. હવે અક્ષય કુમાર બાદ હવે અનુપમ ખેરે રિચા ચઢ્ઢાના ટ્વીટ પર પોતાની આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને તેના કૃત્યને શરમજનક ગણાવ્યું છે.


અનુપમ ખેરે કાઢી રિચાની ઝાટકણી


અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે, દેશનું ખરાબ કરી લોકોમાં લોકપ્રિય બનવાની કોશિશ કરવી એ કાયર અને નિમ્ન કક્ષાના લોકોનું કામ છે. સેનાનું સન્માન દાવ પર લગાવવું…તેનાથી વધુ શરમજનક વાત શું હોઈ શકે? હવે અનુપમ ખેરના આ ટ્વીટની ચાહકોએ ભારોભાર પ્રસંસા કરી છે અને કહ્યું છે કે અમને તમારા પર ગર્વ છે.


અક્ષય કુમારે નારાજગી વ્યક્ત કરી 


વિવાદ સર્જાયો જોઈ રિચા ચઢ્ઢાએ પોતાના ટ્વીટ બદલ જાહેરમાં માફી માંગી હતી. તેમ છતાં આ મામલો હાલ તો થાળે પડે એમ લાગતું નથી. ગઈકાલે જ અક્ષય કુમારે ટ્વિટર પર લખ્યું હતું કે, રિચાની ટ્વિટ જોઈને તે દુઃખી થયો છે. તેણે રિચાના હવે ડિલીટ કરેલા ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કર્યો અને નિરાશા વ્યક્ત કરી હતી. અક્ષય કુમારે ટ્વીટ કર્યું હતું કે, આપણે આપણા સશસ્ત્ર દળો પ્રત્યે ક્યારેય કૃતજ્ઞ ન થવું જોઈએ. જો તેઓ છે તો આજે આપણે છીએ.


રિચા ચઢ્ઢાએ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પર એક યૂઝરની ટ્વીટ શેર કરી છે  જેમાં તેણે ત્રણ શબ્દો લખ્યા હતા, 'Galwan says hi'(ગલવાન કહે છે હાય)". ચઢ્ઢાના ટ્વિટને સેનાના અપમાન તરીકે જોવામાં આવ્યું હતું. જોકે અભિનેત્રી રિચા ચઢ્ઢાએ માફી માંગી છે અને કહેવાનો પ્રયાસ કર્યો છે કે સૈન્ય પ્રત્યે સહાનુભૂતિ તેના લોહીમાં છે કારણ કે દાદા આર્મીમાં હતા અને મામા પેરાટ્રૂપર હતા. રિચા ચઢ્ઢાએ ટ્વિટર પર પોતાની માફી માગતા લખ્યું કે, "એ પણ વિચાર્યું કે જે ત્રણ શબ્દોને વિવાદમાં ઘસડી રહ્યા છે, તેના દ્વારા મારો ઈરાદો કોઈનું અપમાન કરવાનો કે દુઃખ પહોંચાડવાનો ન હોઈ શકે." હું માફી માંગુ છું અને એ પણ કહું છું કે જો મારા શબ્દોથી અજાણતા મારા સૈન્યમાંના મારા ભાઈઓમાં આ લાગણી પેદા થઈ હોય, જેમાં મારા દાદાજી એક શાનદાર  ભાગ રહ્યા, તો મને દુખ થશે. 1960ના દાયકામાં ચીન-ભારત યુદ્ધ દરમિયાન લેફ્ટનન્ટ કર્નલ તરીકે તેમને પગમાં ગોળી વાગી હતી. મારા મામા પેરાટ્રૂપર હતા. તે મારા લોહીમાં છે.


અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું


અભિનેત્રી ચઢ્ઢાએ આગળ લખ્યું, "જ્યારે આપણા જેવા લોકોથી બનેલા રાષ્ટ્રને બચાવવા માટે કોઈનો પુત્ર શહીદ થાય છે અથવા ઘાયલ થાય છે, ત્યારે આખો પરિવાર પ્રભાવિત થાય છે અને હું અંગત રીતે જાણું છું કે તે કેવી રીતે અનુભવે છે. આ મારા માટે એક ભાવપૂર્ણ મુદ્દો છે.