Biopic On Rakesh Maria: સિંઘમ, ચેન્નાઈ એક્સપ્રેસ અને ગોલમાલના ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયા પર બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે. આ બાયોપિક માટે રોહિત શેટ્ટીએ રિલાયન્સ એન્ટરટેનમેન્ટ સાથે હાશ મીલાવ્યા છે. બાયોપિક મારિયાના 2020ના સંસ્મરણ લેટ મી ઈટ નાઉ પર આધારિત હશે. આ બાયોપિક માટે કાસ્ટિંગ કરવામાં આવી રહી છે.


બાયોપિક અંગે વાત કરતા રોહિત શેટ્ટીએ કહ્યું, રાકેશ મારિયા તે વ્યક્તિ છે જેમણે 36 વર્ષ સુધી આતંકને જોયો છે. તેની અવિશ્વસનીય યાત્રા 1993માં મુંબઈમાં થયેલા વિસ્ફોટોથી લઈને અંડરવર્લ્ડના ખતરાથી ભરેલી પડી છે. રિયલ લાઈફના સુપર કોપની બહાદુરી અને નિડરતા પડદા પર લાવીને હુ સન્માનિત અનુભવી રહ્યો છું.


 




આઈપીએસ અધિકારી રાકેશ મારિયાએ 1981 બેંચથી સિવિલ સેવા પાસ કરી હતી. 1993માં ડેપ્યૂટી કમિશનર ઓફ પોલીસ(ટ્રાફિક)ના રૂપમાં, તેમણે બોમ્બે સિરિયલ બ્લાસ્ટ કેસને સોલ્વ કર્યો હતો. આ ઉપરાંત મારિયાએ 2003 ગેટવે ઓફ ઈન્ડિયા અને જાવેરી બજારમાં થયેલી વિસ્ફોટનો કેસ પણ ઉકેલ્યો હતો.


દેશની આર્થિક રાજધાની મુંબઈમાં થયેલા 26/11 હુમલા તપાસ પણ તેમને સોપવામાં આવી હતી. મારિયાએ જીવતા પકડાયેલા એક માત્ર આતંકવાદી અજમલ કસાબની પૂછપરછ કરી હતી અને આ કેસની સફળતાપૂર્વક તપાસ કરી.


પોતાની બાયોપિક બનવા અંગે રાકેશ મારિયાએ કહ્યું, યાત્રાને ફરીથી જીવવી રોમાંચક છે. રોહિત શેટ્ટી જેવા શાનદાર નિર્દેશક બાયોપિકનું નિર્માણ કરી રહ્યા છે આ મારા માટે વાસ્તવમાં ખુશીની વાત છે. જુની યાદોથી વધુ,કઠણ પડકારોનો સામનો કરીને કામ કરી રહેલી મુંબઈ પોલીસના અસાધરણ કામને લોકોની સામે રાખવાનો આ કિંમતી અવસર છે.