Salman Khan Official Notice: બોલિવૂડના દિગ્ગજ એક્ટર સલમાન ખાને ફિલ્મોમાં કાસ્ટિંગને લઈને નોટિસ જાહેર કરી છે. તેણે સ્પષ્ટ કર્યું હતું કે તે કે તેની પ્રોડક્શન કંપની હાલમાં કોઈ ફિલ્મ માટે કાસ્ટ કરી રહી નથી.






સલમાન ખાને આ પોસ્ટ કરી


સલમાન ખાને પોસ્ટ કરીને લખ્યું હતું કે સલમાન ખાન કે તેની પ્રોડક્શન કંપની સલમાન ખાન ફિલ્મ્સ હાલમા કોઈ ફિલ્મ માટે કાસ્ટ કરી રહી છે. અમે ભવિષ્યની કોઈપણ ફિલ્મ માટે કોઈ કાસ્ટિંગ એજન્ટને રાખ્યા નથી. મહેરબાની કરીને જો તમને કાસ્ટિંગ સંબંધિત કોઈ મેઇલ અથવા મેસેજ મળે તો કોઈપણ મેઇલ અથવા મેસેજ પર વિશ્વાસ કરશો નહીં. જો કોઈ વ્યક્તિ સલમાન ખાન અને સલમાન ખાન ફિલ્મ્સની ફિલ્મના નામનો ખોટી રીતે ઉપયોગ કરતો જોવા મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


નોંધનીય છે કે અગાઉ 2020માં પણ એવી અફવાઓ આવી હતી કે સલમાન ખાન તેની ફિલ્મો માટે કાસ્ટિંગ કરી રહ્યો છે અને તેણે કાસ્ટિંગ એજન્ટને હાયર કર્યા છે. તે સમયે પણ સલમાન ખાને આ તમામ સમાચારોને અફવા ગણાવી હતી. સલમાને કહ્યું હતું કે આવી અફવાઓ પર વિશ્વાસ ન કરો.


હાલમાં સલમાન ખાન રિયાલિટી શો બિગ બોસ ઓટીટી 2 હોસ્ટ કરતો જોવા મળે છે. જોકે, આ અઠવાડિયે સલમાન ખાન વિકેન્ડ કા વારમાં જોવા મળ્યો ન હતો.


અભિનેતાની ફિલ્મોની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં જોવા મળ્યો હતો. ક્રિટિક્સે ફિલ્મને ખરાબ રિવ્યૂ આપ્યા હતા. જો કે આ ફિલ્મને સલમાન ખાનના ચાહકોનો પ્રેમ પણ મળ્યો હતો. હવે સલમાન ખાન ફિલ્મ ટાઈગર 3માં એક્શન કરતો જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં કેટરીના કૈફ ફીમેલ લીડમાં છે. સાથે જ આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી પણ મહત્વના રોલમાં જોવા મળશે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial