Salman khan On Sagar pandey Death: બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ડુપ્લિકેટ તરીકે જાણીતા એક્ટર અને સ્ટંટ મેન સાગર 'સલમાન' પાંડેનું નિધન થયું છે. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા ભાઈજાને સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ નોટ શેર કરી છે. જીમમાં વર્કઆઉટ કરતી વખતે 50 વર્ષીય સાગર પાંડેને હાર્ટ અટેક આવ્યો હતો, જે બાદ તેમનું મૃત્યુ થયું હતું. સાગર સલમાનની ફિલ્મોમાં તેના બોડી ડબલનો રોલ કરતો હતો. સલમાનના ઘણા સ્ટંટ સીન સાગર પાંડેએ કર્યા હતા.


 






સાગરે સલમાન ખાન માટે બજરંગી ભાઈજાન, પ્રેમ રતન ધન પાયો અને ટીવી શો બિગ બોસ જેવી ઘણી મોટી ફિલ્મોમાં બોડી ડબલ તરીકે કામ કર્યું હતું. પોતાના ડુપ્લિકેટના નિધન પર ભાઈજાને સોશિયલ મીડિયા પર એક તસવીર સાથે ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. સલમાને ટ્વીટર પર લખ્યું, "હંમેશા મને સાથ આપવા બદલ મારા હૃદયના ઉંડાણથી આભાર, ભગવાન સાગર ભાઈ તમારા આત્માને શાંતિ આપે. 🙏 #RIP #SagarPandey


સાગર પાંડે માત્ર બોલિવૂડમાં જ નહીં પણ ભોજપુરી સિનેમામાં પણ ખૂબ પ્રખ્યાત હતો અને તે દેશભરમાં જ નહીં પણ વિદેશમાં પણ સ્ટેજ શો કરતો હતો. ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીએ પણ સાગરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ ઘટના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. સાગર ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાનો રહેવાસી હતો. 


હાર્ટ એટેક આવતા સાગરને ટ્રોમા સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો


સાગર સલમાનના ડુપ્લિકેટ તરીકે ખૂબ જ પ્રખ્યાત હતો અને તે અવારનવાર દેશભરમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સ્ટેજ શો કરતો હતો. સાગરના મિત્ર અને શાહરૂખ ખાનના ડુપ્લિકેટ રાજુ રાયકવારે ફોન પર એબીપી ન્યૂઝને જણાવ્યું કે હાર્ટ એટેક આવતાં બે જિમ પ્રશિક્ષકો તેને નજીકની સુવિધા હોસ્પિટલમાં લઈ ગયા હતા.  જ્યાં ડોક્ટરો તેને જોગેશ્વરીની બાળાસાહેબ ઠાકરે ટ્રોમા સેન્ટર હોસ્પિટલમાં દાખલ કરવા જણાવ્યું હતું. 


રાજુ કહે છે કે બપોરે 2.00 વાગ્યાની આસપાસ ડોક્ટરોએ સાગરને મૃત જાહેર કર્યો હતો. સાગર ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાનો રહેવાસી હતો અને મિત્ર રાજુના કહેવા પ્રમાણે, સાગરના અંતિમ સંસ્કાર પ્રતાપગઢમાં જ કરવામાં આવશે. જણાવી દઈએ કે વર્ષ 2020 માં, કોરોના લોકડાઉન દરમિયાન, એબીપી ન્યૂઝે  સાગર 'સલમાન' પાંડે સાથે ખાસ મુલાકાત કરી હતી.