Heeramandi: એમાં કોઈ શંકા નથી કે સંજય લીલા ભણસાલી ફિલ્મ ઉદ્યોગના સૌથી સારા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક છે. તેણે ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે, જે મોટા પડદા પર સુપરહિટ સાબિત થઈ છે. સંજય ભણસાલી જે રીતે ફિલ્મોની વાર્તાને પકડે છે અને દિગ્દર્શન દ્વારા તેને ફિલ્મી પડદે ઢાળે છે, તે પ્રશંસનીય છે. 'હમ દિલ દે ચૂકે સનમ', 'દેવદાસ', 'ગોલિયોં કી રાસલીલા રામ-લીલા', 'પદ્માવત', 'બાજીરાવ મસ્તાની' અને તેમની લેટેસ્ટ ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' જેવી ફિલ્મોએ સાબિત કર્યું છે કે તેમની પાસે ફિલ્મોની પરખ છે. તેમની પાસે ફિલ્મોને ભવ્ય રીતે બતાવવાની પ્રતિભા છે.
હવે સંજય લીલા ભણસાલીને 'હીરામંડી'ને ડાયરેક્ટ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. સંજય લીલા ભણસાલીની કળાને દરેક વ્યક્તિ જાણે છે અને એ જ કારણ છે કે, 'હીરામંડી' ફિલ્મનું નિર્માણ કરનાર નેટફ્લિક્સે (Netflix) પણ સંજય લીલા ભણસાલીને નિર્દેશક તરીકે પસંદ કર્યા છે. જ્યારથી નેટફ્લિક્સે 'હીરામંડી'ની જાહેરાત કરી છે, ત્યારથી તે હેડલાઈન્સ બનાવી રહી છે.
હીરામંડી 200 કરોડમાં બનશેઃ
લાહોરના રેડ લાઈટ એરિયા પર આધારીત ફિલ્મ 'હીરામંડી' એક મોટા બજેટની ફિલ્મ છે. 'બોલીવુડ હંગામા'ના એક રિપોર્ટ અનુસાર, નેટફ્લિક્સ આ ફિલ્મ પર લગભગ 200 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
સંજય લીલા ભણસાલીને મોટી રકમ મળશેઃ
પીઢ નિર્માતા-નિર્દેશક ભણસાલીની પ્રતિભા પ્રત્યે દરેક વ્યક્તિ દિવાના છે, તેથી તેમને સૌથી વધુ ફી ચૂકવવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, આ ફિલ્મના નિર્દેશન માટે સંજય લીલી ભણસાલીને ફી પેટે 60 થી 65 કરોડ આપવામાં આવશે.
મલ્ટી સ્ટારર ફિલ્મઃ
'હીરામંડી' એક મલ્ટીસ્ટાર ફિલ્મ હશે, જેમાં ઘણા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, મનીષા કોઈરાલા, હુમા કુરેશી અને રિચા ચઢ્ઢા પણ જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે, આ અભિનેત્રીઓએ સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા માટે તેમની ફી પણ ઘટાડી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર માધુરી આ ફિલ્મમાં લીડ રોલમાં હોઈ શકે છે.