નવી દિલ્હીઃ હરિયાણવી ડાન્સર સપના ચૌધરીના વધુ એક ગીતે યુટ્યૂબ પર ધમાલ મચાવી દીધી છે. સપનાનુ નવુ ગીત 'સુલ્ફે કા અંતા' રિલીઝ થયુ છે, ગીતમાં સપનાના ઠુમકા લોકોને ખુબ પસંદ આવી રહ્યાં છે. ડાન્સિંગ ક્વિને ગીતના રિલીઝ થવાની જાણકારી પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ મારફતે ફેન્સને આપી છે.

સપના ચૌધરીએ ઇન્સ્ટાગ્રામ પર સોન્ગનો એક વીડિયો શેર કરતા લખ્યું- જાઓ જલ્દી જલ્દી ગીત જુઓ, અને કૉમેન્ટ કરીને બતાવો કે કેવુ લાગ્યુ. સપનાના ફેન્સ કૉમેન્ટ કરીને ગીતને જબરદસ્ત પ્રસંશા કરી રહ્યાં છે. આ ગીતને સોનોટેકની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યુ છે. અત્યાર સુધી યુટ્યૂબ પર લાખો લોકો આ ગીતને જોઇ ચૂક્યા છે.



સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહેનારી સપના ચૌધરીએ તાજેતરમાંજ ઇન્સ્ટા પર પોતાનુ લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યુ હતુ. સપનાની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી હતી.

સુલ્ફે કા અંતા ગીત સંદીપ સુરીલાએ ગાયુ છે, ગીતના શબ્દો મુકેશ જાજજીએ લખ્યા છે. મ્યૂઝિક ડાયરેક્ટર અમન જાજજી છે. આ સમયે આ ગીત યુટ્યૂબ ઉપરાંત સોશ્યલ મીડિયા પર છવાયેલુ છે. આ પહેલા સપના ચૌધરીના બે હરિયાણવી સોન્ગ તાલિબાન અને જલેબી રિલીઝ થયા, જેને દર્શકોએ ખુબ પસંદ કર્યા હતા.