Preity Zinta: આજે ભલે બૉલીવુડ ફિલ્મોથી સ્ટાર એક્ટ્રેસ ગણાતી પ્રીતિ ઝિન્ટા દુર છે, પરંતુ સોશ્યલ મીડિયા પર હજુ પણ સ્ટાર તરીકે છાપ ધરાવે છે. ઇન્સ્ટાગ્રામ પર તે પોતાની એવી શાનદાર તસવીરો શેર કરે છે, જેને ફેન્સ ઘડીમાં વાયરલ કરી દે છે. તાજેતરમાં જ તેને પોતાના પતિ જીન ગુડઇનફની સાથે રોમાન્ટિક તસવીરો શેર કરી છે.  બૉલીવુડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગથી લાખોના દિલ જીતી ચૂકી છે. હાલમાં તેને દરિયા કિનારે ખાસ બિકીની અવતારમાં તસવીરો શેર કરી છે. 


પ્રીતિ ઝિન્ટાએ બેશક ફિલ્મી પડદાથી દુરી બનાવી લીધી છે, પરંતુ સોશ્યલ મીડિયા પર તે ખુબ એક્ટિવ રહે છે. તેને પતિ જિન ગુડઇનફની સાથે પોતાની બીચ તસવીરોમાં સેક્સી લૂક બતાવ્યો છે. આ તસવીરોમાં એક્ટ્રેસ બિકીનીમાં છે અને બીચ પર પતિ સાથે એકદમ રોમાન્ટિક થઇ ગઇ છે. 


પ્રીતિ ઝિન્ટાએ 29 ફેબ્રુઆરી, 2016એ જીન ગુડઇનફ સાથે લગ્ન કરી લીધા હતા. ગુડઇનફ એક્ટ્રસ 10 વર્ષ નાનો છે. તાજેતરમાં જ પ્રીતિ ઝિન્ટા અને ગુડઇનફ બે જુડવા બાળકોના માતા પિતા બન્યા છે. આ બન્નેની તસવીરો પણ તેમને શેર કરી હતી.






મૉડેલિંગ અને એડ ફિલ્મોથી પોતાની કેરિયરની શરૂઆત કરનારી પ્રીતિ ઝિન્ટાએ 24 વર્ષથી વધુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યુ છે. મણીરત્નમની 'દિલ સે થી પ્રીતિ ઝિન્ટાએ બૉલીવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. લગ્ન બાદ એક્ટ્રેસે બૉલીવુડથી દુરી બનાવી લીધી હતી.






પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) આઇપીએલની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબની સહ માલિક છે. આજકાલ એક્ટ્રેસ પોતાની ફેમિલી પર પુરો ફોકસ કરી રહી છે. 


















--